37 C
Ahmedabad
Friday, April 26, 2024

હિંમતનગરના:હડીયોલ ગામે મહિલા પર સામૂહિક બળાત્કાર કરનાર પાંચ નરાધમોને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી


પીડિતાને પાંચ લાખ વળતર આપવા કોર્ટે આપ્યો આદેશ,દરેક આરોપીને 50000 નો દંડ ફટકાર્ય

Advertisement

હડીયોલ ગામે ગેંગરેપ કેસમાં હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં પાંચ નરાધમ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. પાણી પીવાના બહાના હેઠળ દુષ્કર્મ આચર્યું હતું. પીડીતાને 5 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે. દરેક આરોપીને 50 હજારનો દંડ ફટકારાયો છે. તમને જણાવી દઈએ કે,4 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે.

Advertisement

 

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર વીસ જુલાઈ ૨૦૧૯ રાત્રિના ત્રણ વાગ્યાના સોમવારે પાંચ આરોપીઓએ એક ઝાયલો ગાડીમાં જઈ ખેતરમાં રહેતા એક કુટુંબના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કુટુંબની મહિલા ઉપર તેના પતિ અને બાળકોને હાજરીમાં ગેંગરેપની ઘટનાને અંજામ આપી અને બેટરીની લૂંટ કરેલી જે ઘટનાને પગલે જિલ્લા પોલીસવડાના આદેશથી આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસનો સિલસિલો શરૂ કરી દીધો હતો.સીસીટીવી કેમેરાની મદદ xylo ગાડીના નંબર પરથી આરોપીને શોધી કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.

Advertisement

ત્યારબાદ આ કેસમાં સ્પેશ્યિલ સરકારી વકીલ તરીકે એડવોકેટ હિરેન ત્રિવેદીએ આ કેસના જરૂરી પુરાવા અને સાયન્ટીફીક એવિડન્સ અને DNA મેચ થતાં હોવાના પુરાવા કોટ સમક્ષ રજૂ કર્યા હતા. જેને કારણે આરોપીઓ સામે મજબુત પુરાવાઓ હોવાથી કોર્ટ દ્રારા પાંચે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

Advertisement

પકડાયેલા આરોપીઓ
૧. સાહરુખ ઉર્ફે બોડો અબ્દુલ મુલતાની રહે (ચાંદ ટેકરી મોડાસા)
૨. તોફીક સફી મુલતાની રહે(ચાંદ ટેકરી મોડાસા)
૩. સિરાજ યુસુફ મુલતાની રહે (ચાંદ ટેકરી મોડાસા)
૪. રમણ અભા વાદી રહે.માલવણ તા. ધનસુરા
૫. સાદીક અલ્લારખા મુલતાની રહે. મોડાસા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!