33 C
Ahmedabad
Friday, April 26, 2024

હોમગાર્ડ જવાનને સલામ : વિદ્યાર્થીની પરીક્ષા સેન્ટરને બદલે બીજા સેન્ટર પર પહોંચી ગભરાઈ,હોમગાર્ડ 4 કિમી દૂર પરીક્ષા સેન્ટર પર પહોંચાડી


હાલ ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે બોર્ડની પરીક્ષાના ટેન્સનમાં અને યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા સેન્ટરના બદલે અન્ય સેન્ટર પર પહોંચી જતા હોવાના અનેક કિસ્સા દર વર્ષે બહાર આવતા હોય છે ત્યારે મેઘરજ તાલુકાના આંતરિયાળ વિસ્તાર મૂડશી ગામની વિદ્યાર્થીની ધો.12ની પરીક્ષા આપવા ભૂલથી અન્ય ઉપર પોહચી જતા સેન્ટર ભૂલી ગયેલ વિદ્યાર્થીનીને હોમગાર્ડ જવાને તાત્કાલિક તેના પરીક્ષા મથકે પોહચાડતા હોમગાર્ડ જવાનની ઉમદા કામગીરી ને પ્રજાએ બિરદાવી હતી.

Advertisement

મેઘરજ તાલુકાના મૂડશી ગામની ગરીબ દીકરી પોતાના ઘરેથી જેમતેમ મેઘરજ તો આવી પોહચી મેઘરજમાં આવી બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પીસીએન હાઈસ્કૂલમાં જતા હોવાથી આ વિદ્યાર્થીની પણ ભૂલથી મેઘરજની પીસીએન હાઈસ્કૂલ માં પોહચી ગઇ હતી અને પીસીએન હાઈસ્કૂલ માં પોહચી પરીક્ષા માટેની રૂમ શોધવા શોધવામા પરીક્ષા પણ શરુ થઇ ગઇ હતી પરંતુ રૂમ ના મળતા પરીક્ષાર્થી વિદ્યાર્થીની આમતેમ વલખા મારી રહી હતી ત્યારે નિઃસહાય વિદ્યાર્થીની પર પત્રકાર મહેશભાઈ પ્રજાપતિની નજર પડતા વિદ્યાર્થીનીને બોલાવી પરીક્ષાની રિસીપટ ચેક કરતા તેની પરીક્ષા મેઘરજ થી 4 કિમી દૂર ઇડન હાઈસ્કૂલ ઢેકુડી ખાતે પરીક્ષા હોવાનું જણાતા હાજર હોમગાર્ડના ટ્રાફિક જવાન કાળુભાઇ પ્રતાપભાઈ ડામોર નો સંપર્ક કરતા અને તેમની ટીમે તાત્કાલિક તેમના પાસેના વાહન દ્વારા સેન્ટર ભૂલી ગયેલ વિદ્યાર્થીનીને તેના સાચા પરીક્ષા કેન્દ્ર ઉપર પોહચાડી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!