ભિલોડા તાલુકાના ધરાસણ ગામના અને બોટાદ જીલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ આસોડાનું સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિર ખાતે ‘કિંગ ઓફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાના લોકાર્પણ બંદોબસ્તમાં ફરજ બજાવી બોટાદ સર્કિટ હાઉસમાં આરામ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર પોલીસબેડામાં ભારે શોકની લાગણી છવાઈ હતી પીએસઆઈના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુરના લોકાર્પણ દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરી સર્કિટ હાઉસમાં રોકાયેલા PSI પ્રવીણભાઈ આસોડાનું રાત્રે હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું PSI 6 એપ્રિલના રોજ ફરજ પૂર્ણ કરી બોટાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. બીજે દિવસે સવારે પોલીસ કંટ્રોલ રૂમ પરથી PSI પ્રવિણ આસોડાને કામકાજ અર્થે મોબાઈલ પર ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. જેથી સર્કિટ હાઉસ ખાતે ફરજ બજાવતા અજય સાકળિયાને સર્કિટ હાઉસના રૂમ પર તપાસ કરવા મોકલતા રૂમ પર પહોંચી દરવાજો ખોલવા સતત ડોર બેલ વગાડવા છતાં પીએસઆઈએ દરવાજો નહીં ખોલતા બીજી ચાવીથી રૂમ ખોલતા પીએસઆઈને બેડ પરથી નીચે મૃત હાલતમાં પડેલા જોતા ચોંકી ઉઠ્યા હતા આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા તાબડતોડ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
બોટાદ જિલ્લા ઈન્ચાર્જ એસ.પી. સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને PSIના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલિસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.