ઓરિસ્સા ખાતે “રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવ -૨૦૨૩ માં દિલીપભાઈ નિનામા અતિથિ સ્વરૂપે હાજર રહ્યા
All India Adivasi Community , Orissa દ્વારા આયોજીત Rashtriya Adivasi Mahotsav -2023 તા- 19 , 20 , 21 દરમિયાન ” અતિથિ ” સ્વરૂપે આમંત્રણને માન આપી શ્રી દિલીપભાઈ નિનામા ગુજરાતના આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કર્યું .
પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જુએલ ઉરાવ , પદ્મશ્રી પુરસ્કાર વિજેતા , ઓ્.એન.જી.સી ડાયરેક્ટર વગેરે અને હજારોની સંખ્યામાં બડબીલ , ઓરિસ્સાના આદિવાસી સમુદાય આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેશભરના આદિવાસી બહુલ રાજ્યો અરુણાચલ પ્રદેશ , મિઝોરમ , ત્રિપુરા , આસામ , પશ્ચિમ બંગાળ , ઝારખંડ , ઓરિસ્સા , મધ્યપ્રદેશ વગેરેની સાંસ્કૃતિક ટીમ મહોત્સવમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ આદિવાસી રાષ્ટ્રીય મહોત્સવનો મુળ ઉદ્દેશ એ હતો કે ભારતના આદિવાસી સમુદાયની લુપ્ત થતી સંસ્કૃતિ, પરંપરા , લોકનૃત્ય, રીત-રીવાજ , ખાન-પાન , બોલી વગેરેને જીવીત રાખવી તેમજ નવી પેઢી આદિવાસી સમુદાયનો ભવ્ય વારસો જાળવી રાખે તે ઉદ્દેશથી ઓલ ઇન્ડિયા આદિવાસી કોમ્યુનિટી , ઓરિસ્સા દ્વારા રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.