40.7 C
Ahmedabad
Friday, May 3, 2024

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ, PM સહિત 25 કેન્દ્રીય મંત્રી સાથે 11 રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત


ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો ભવ્યાતિ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ લખનૌમાં એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે યોજવામાં આવનાર છે ત્યારે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત 25 કેન્દ્રીય મંત્રીઓ, બીજેપી શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આવો ભવ્ય સમારોહ ક્યારેક યોજાયો હશે ઉત્તરપ્રદેશની અંદર.

Advertisement
કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મધ્યપ્રદેશ, હરિયાણા, મણિપુર, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આ સાથે સાથે આ સાથે યોગ ગુરુ બાબા રામદેવ અને મુખ્ય મઠોના સંતો-મહંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

આ ઉપરાંત લખનૌના તમામ રસ્તાઓ અને ચોકડીઓ કેસરી રંગમાં રંગાયેલા જોવા મળે છે. શપથ ગ્રહણ સંબંધિત મોટા હોર્ડિંગ્સ, બેનરો અને ધ્વજ વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા છે. શહેરના 130 ચોક અને મુખ્ય માર્ગો પર લાઈટીંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement
ચાર રાજ્યની અંદર બીજેપીએ ભવ્ય જીત મેળવી છે ત્યારે બીજેપી શાસિત રાજ્યો નો રાજ્યાભિષેક એટલે કે સીએમ ની તાજપોશી એક પછી એક થઈ રહી છે ઉત્તરાખંડમાં સીએમની નિયુક્તિ બાદ યુપીમાં યોગી આજે સીએમ પદના શપથ લેશે

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!