અરવલ્લી જીલ્લાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમત-ગમત સ્પર્ધામાં પણ દેશ લેવલે જીલ્લા સહીત રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે આણંદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપ-2023 માં અરવલ્લી જીલ્લાના બે ખેલાડીઓએ સિલ્વર અને ત્રણ ખેલાડીઓ બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી જીલ્લાનું નામ રોશન કર્યું હતું
ઓલ ગજરાત ઓપન કરાટે ચેમ્પયનશિપ ૨૦૨૩ નું તારીખ ૭ થી ૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વિદ્યાનગર, આંણદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અરવલ્લી જિલ્લાના કરાટે ચીફ કોચ જુજારસિંહ વાઘેલા અને કોચ જગદીશ થોરીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી ખેલાડીઓએ અલગ અલગ વયજૂથ અને વજન ગ્રુપમાં ૨. સિલ્વર મેડલ ૩ બ્રોન્ઝ મેડલ મેળવી અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું હતું જેમાં સારા અરુણભાઈ પ્રજાપતિ અને પરી નીતિન કુમાર ભીલે સિલ્વર મેડલ જીત્યો હતો તેમજ ક્રિશા વસંતભાઈ પંચાલ,દિપક નીતિનભાઈ ભીલ અને મિતુલ મનહરભાઈ ભીલ નામના ખેલાડીઓએ બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરતા વિજેતા ખેલાડીઓને અરવલ્લી જિલ્લા કરાટે એશોશીએશન અને જિલ્લાવાસીઓએ અભિનંદન પાઠવ્યા હતા