અરવલ્લી જીલ્લાની સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક મંડળીઓમાં ઉચાપતના અનેક કિસ્સા બની રહ્યા છે કેટલાક કિસ્સામાં ઉચાપત કરનાર હોદ્દદાર કે કર્મચારી ઉચાપત કરેલ રકમ પરત જમા કરાવી દેતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાતી નથી મેઘરજ તાલુકાના ઇપલોડા દૂધ ઉત્પાદક મંડળીના માજી સેક્રેટરીએ રોકડ રકમ અને દૂધ ઉત્પાદક મંડળી દાણ,ઘી સહીત અન્ય ચીજવસ્તુઓનું બારોબારીયું કરી 4.57 લાખથી વધુની રકમની હંગામી ઉચાપત કરતા ચેરમેને માજી સેક્રેટરી સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
ઈપલોડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા આકાશ કુમાર કાંતિભાઈ પટેલે ફરજ દરમિયાન મંડળીમાં રહેલી 1.15 લાખથી વધુની સિલક અને વેચાણ માટે રાખેલ સાબરદાણ,
મકાઈનો ભરડો,ઘી, સાબર મિનરલ સાબર ગૌ શક્તિ સહીતનો પશુ આહાર રૂ.3.08 લાખથી વધુનો બારોબાર વેચી મારી 4.57 લાખથી વધુનું ગફલુ કર્યું હોવાનું ઓડિટમાં બહાર આવતા હોદેદ્દારો અને ગ્રામજનોમાં અચરજ ફેલાયું હતું
ઇપલોડા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન કાંતિભાઈ મનોરભાઈ પટેલે પૂર્વ સેક્રટરી આકાશ કાંતિભાઈ પટેલ સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે