33 C
Ahmedabad
Saturday, May 18, 2024

મહિસાગર: લુણાવાડા પાસે 100 વર્ષ જૂની ઈજનેરીકળાના સાક્ષીરૂપી રજવાડાકાળમાં બનાવામા આવેલા રેલ્વેબ્રીજના પીલરો આજે પણ અડીખમ


મહિસાગર જીલ્લાના લુણાવાડા પાસેથી પસાર થતી પાનમ નદી પર  રજવાડાઓના સમયમાં બાંધવામા આવેલા 100 વર્ષ જુના રેલ્વે બ્રીજ તેની ઐતિહાસિક સાક્ષીના  દર્શન કરાવે છે.આજે તેના પણ રેલ્વે તો નથી દોડતી, પાટા પણ નથી.પણ તેના પીલર આટલા વર્ષ પછી પણ અડીખમ ઉભા છે. તે સમયનુ બાંધકામ તેના બનાવનારા ઈજનેરો  અને કારીગરોની કુશળતા તેમા જોવા મળે છે. 

Advertisement

 ગુજરાતમાં પાછલા અને આ વર્ષોમાં પુલ તુટવાની ઘટનાઓ બની છે.બાંધકામને લઈને તેના પણ અનેક સવાલો પણ ઉભા થયા છે.આજે ગુજરાતમાં એવા પણ વર્ષો જુના બાંધકામ હયાત છે કે તેની ઈજનેરીકળા આજની ઈજનેરી કળાને પણ ટક્કર મારે તેવી છે.તસવીરમાં તમે જોઈ રહ્યા છો તે મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા પાસેથી પસાર થતી પાનમનદી પર રજવાડાઓના સમયમાં બાંધવામા આવેલા રેલ્વે બ્રીજનો છે.આ રેલ્વેબ્રીજ 100 વર્ષ જુનો હોવાનુ કહેવાય છે.તેના ઉપર લુણાવાડા-શહેરા-ગોધરા વચ્ચે રેલ્વે વ્યવહાર ચાલતો હતો.સમય જતા આ રેલ્વે વ્યવહાર બંધ કરી દેવામા આવ્યો.આજે પણ મહિસાગર જીલ્લાવાસીઓ આ રેલ્વે વ્યવહાર શરુ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.તેના પરના પાટા પણ દુર કરી દેવામા આવ્યા.આજે 100 વર્ષથી વધુ સમય થઈ ગયા પછી પણ આજે આ રેલ્વેપુલના પીલર અડીખમ ઉભા છે. આ પ્રકારના બાંધકામની વિશ્વસનીયતાને પણ સલામ કરવાનુ મન થાય છે.આજના સમયમાં આધુનિક ઈજનેરી કળા આવી હોવા છતા પુલો તુટી જતા હોય છે. બાંધકામ પણ તુટી જતા હોય છે.પણ આ 100 વર્ષથી વધુ સમય વીતી જવા છતા પાનમ નદી પરનો રેલ્વે બ્રીજના પીલર  આજે પણ ઐતિહાસિક સાક્ષી રૂપે અડીખમ ઉભા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!