37 C
Ahmedabad
Saturday, May 4, 2024

ચૂંટણીના વાયદા પૂર્ણ નહીં થતાં અધ્યાપકો લડી લેવાના મૂડમાં…!! મોડાસા જીઈસી ખાતે પડતર માંગણીઓને લઇને રામધૂન


રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ તો છે જ.. પણ હવે સરકારી કોલેજના પ્રાધ્યાપકો પણ જોડાઈ ગયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરકારી ઈજનેર કોલેજ ખાતે પ્રાધ્યાપકોએ પડતર માંગણીઓને લઇને ઢોલ-નગારા વગાડી રામધૂન યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Advertisement

સરકારી ઈજનેરી કોલેજ,મોડાસાના અધ્યાપકો તેમની માંગણીઓ નો ઉકેલ ન આવતા આજે પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા હતા. રાજયની તમામ સરકારી ઈજનેરી કોલેજ ના પ્રાધ્યાપકો લાંબા સમયથી તેમના પડતર પ્રશ્નો જેવાકે પ્રમોશન, કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ, સ્વ-વિનંતીથી બદલી, સેવા- સળંગ, વગેરે પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે.તેમ છતાં આજ દિન આ પ્રશ્નો ઉકેલાયા નથી. પ્રાધ્યાપકો આ માંગણીઓ છેલ્લા ૧૦-૧૨ વર્ષથી કરી રહ્યા છે તેમ છતાં સરકારે આ અંગે ઉદાસીન વલણ દાખવ્યું છે. તેથી અધ્યાપકોમાં ભારે રોષ છે. આ આંદોલન અંતર્ગત તમામ અધ્યાપકો આજે પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને રામ ધૂન કરી સરકારશ્રીને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો ટુંક સમયમાં આ માંગણીઓ નહિ સંતોષાય તો આ આંદોલન વધુ તીવ્ર બનશે તેવી ચીમકી અધ્યાપક એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!