41 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : પેપર લીક મામલે સત્યાગ્રહ છાવણી આંદોલન માટે પહોંચે તે પહેલા જ કોંગી નેતાઓ નજર કેદ !


રવિવારના રોજ યોજાયેલી વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જોકે કોંગ્રેસના કેટલાય નેતાઓને રવિવાર રાત્રિથી જ નજર કેદ કરી દેવાની ઘટનાઓ સામે આવી છે. અરવલ્લી જિલ્લાના હાલ ત્રણ નેતાઓને નજર કેદ કરાયાની માહિતી મળી છે. જેમાં બાયડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ભિલોડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વનરાજસિંહ ડામોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના મહામંત્રી રાજેન્દ્ર પારઘી ને પોલિસે નજર કેદ કર્યા હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું છે.

Advertisement

Advertisement

વનવિભાગની રવિવારે યોજાયલી વન રક્ષકની પરીક્ષાનું પેપર મહેસાણા જિલ્લામાં ફૂટી ગયું હતું, જેને લઇને ઉમેદાવરોમાં રોષ પ્રવર્ત્યો હતો. સમગ્ર પેપર લીકની ઘટનાને પગલ વિરોધી પાર્ટીઓએ પરીક્ષાના પેપર લીક થવાની છાશવારે ઘટનાઓને વખોડી કાઢી અનેક સવાલો ઉઠાવ્યા હતા.

Advertisement

Advertisement

ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર ફૂટવા પૈસા લઈ નોકરીઓની ગોઠવણ પાર પાડવી સહીત અનેક પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હોવાના અનેક કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસની યુવા પાંખે સરકારી નોકરીની પરીક્ષાના પેપર ફૂટવા સરકારી ભરતી પ્રક્રિયા રદ થવી અને બેરોજગારી મુદ્દે લઇ સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સ્વાભિમાન સંમેલન યોજવામાં આવશે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગુજરાત સરકાર પર ભારે આક્ષેપ કરી ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષથી સરકારી નોકરીઓમાં વ્યાપમ કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!