અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી સતત નાસતા-ફરતા આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસાની સહયોગ બાયપાસ ચોકડી નજીકથી છેલ્લા એક વર્ષથી મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં ફરાર લોઢીયાના પહાડીયા(કોયલિયા) ગામના બુટલેગર અમરત ખાંટને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર અમરત ભેમા ખાંટ (રહે, લોઢીયાના પહાડીયા,કોયલિયા-માલપુર)નો બુટલેગર માલપુરથી મોડાસા તરફ આવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે સહયોગ બાયપાસ ચોકડી નજીક વોચ ગોઠવી કોર્ડન કરી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો