ગાંધીના ગુજરાતમાં તહેવાર ટાણે તેમજ લગ્ન પ્રસંગ સહિત અન્ય સામાજીક પ્રસંગમાં વિદેશી દારૂનું ચલણ ધીરેધીરે વધી રહ્યું છે મોડાસા શહેરને અડીને આવેલ ખલીકપુર ગામનો યુવક ઘરે પ્રસંગ હોવાથી મિત્રો સાથે પાર્ટી કરવા કાલિયાકુવા નજીક રાજસ્થાનના ઠેકા પરથી 4 બિયર ટીન લઈને ઘરે પહોંચે તે પહેલા ખલીકપુર ગામમાં આવેલ ભાથીજી મંદિર નજીક ટાઉન પોલીસના હાથે ઝડપાઈ જતા જેલની હવાનો ખાવાનો વારો આવ્યો હતો
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલની સખ્ત સૂચનાના પગલે મોડાસા ટાઉન નવનિયુક્ત પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે પ્રોહિબિશનની સખ્ત અમલવારી માટે મોડાસા શહેરમાં સઘન પેટ્રોલીંગ હાથધર્યું છે ખલીકપુર ગામમાં ભાથીજી મહારાજ મંદિર નજીક પ્લાસ્ટિકની થેલીમાં બિયરના ચાર ટીન સાથે ઉભો રહેલો ચિરાગ દિનેશ પટેલ (હાલ રહે,ખલીકપુર,મૂળ રહે,કુડોલ) નામનો યુવક પોલીસ પેટ્રોલિંગ જોઈ ગભરાઈ જતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસે યુવક શંકાસ્પદ જણાતા અટકાવી તલાસી લેતા તેની પાસેથી 4 ટીન કીં.રૂ.600ના જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસે બિયર ટીનનાં જથ્થા અંગે પૂછપરછ કરતા યુવકે ઘરે પ્રસંગ હોવાથી પાર્ટી કરવા કાલિયાકુવા બોર્ડર નજીક આવેલ રાજસ્થાનના ઠેકા પરથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું યુવકની હરકતથી ઘરના પ્રસંગમાં ભંગ પડ્યો હોવાની સાથે પરિવારજનોની દોડધામમાં વધારો થયો હતો પ્રસંગનો મજા માણવાના બદલે યુવકે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો