રાજ્યભરમાં આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં દર વર્ષે રંગેચંગે હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે જેમાં મંદિરમાં બિરાજતા ભગવાનને પણ સોના-ચાંદીની પિચકારીથી પૂજારી કેસુડો અને અબીલ-ગુલાલના રંગે રંગતા હોય છે અને મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ભગવાનના સાનિધ્યમાં હોળી-ધુળેટીની ઉજવણી કરી ધન્ય બને છે
ફાગણી પુનમ નિમિતે શામળાજી મંદિરમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને ચાંદીની પીચકારીમાં કેસુડો અને અબીલ-ગુલાલથી રંગોત્સવ રમાડવામાં આવ્યો હતો ભક્તો પર કેસુડો અને અબીલ-ગુલાલ છાંટતા ભક્તો અભિભૂત થયા હતા ભગવાન કાળીયા ઠાકોરને ધાણીનો પ્રસાદ ધરાતા ભક્તો ધાણીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમા ફાગણી પૂનમે ભક્તો ભગવાન શામળિયાના દર્શનાર્થે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન કાળીયા ઠાકોર સાથે હોળીનો રંગોત્સવ ઉજવવા યાત્રાધામમાં ઉમટ્યા હતા શામળિયા ભગવાનને હોળી-ધુળેટી તહેવાર નિમિત્તે અનોખો શણગાર સજ્યો હતો અને શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને પણ હોળી રમાડવામાં આવી છે.શામળાજી મંદિરના મુખ્યાજી અને પૂજારીએ અબીલ ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પીચકારીમાં ભરી ભગવાન શામળીયાને રંગોત્સવ રમાડવામાં આવ્યા છે.જાણે સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલની છોળોથી રંગાઈ ગયું હતું.
ભગવાન શામળીયાને સફેદ કોટન વસ્ત્રો નો સુંદર વાધા માં સુશોભિત કરવામાં આવેલ હતા તથા ભગવાન ને સોના હીરાનાં આભુષણો પહેરાવવામાં આવ્યા હતા શણગાર આરતી પછી ભગવાન શામળીયા પર કેસુડાનો રંગ છંટકાવ કર્યા પછી ચાંદીની પીચકારી વડે ભક્તો પર અબીલ ગુલાલ તથા કેસુડા નો રંગ નો છંટકાવ કરવામાં આવ્યો હતો આ સમયે ભક્તો ભગવાન નાં ગભૅગૃહ માં નાચી ઉઠ્યાં હતાં યાત્રાધામ શામળાજી મંદિર ખાતે હોળીનો પાવન પર્વ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાયો હતો . હોળીના પવન અવસરે ભગવાન શામળિયાના દર્શને હાજરો ભક્તો ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી હોળીના રંગે રંગાયા હતા