asd
32 C
Ahmedabad
Thursday, October 3, 2024

અરવલ્લી : ભીખાજી ઠાકોરના સમર્થનમાં મંગળવારે મેઘરજ સજ્જડ બંધનું એલાન, જીલ્લા પંચયાત સદસ્યનું રાજીનામું,મેઘરજમાં સૂત્રોચાર


ભીખાજી ઠાકોરના સમર્થનમાં બેનર સાથે ભાજપ તારા વળતા પાણી અને ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં તો ભાજપને મત નહીંના સૂત્રોચાર
અરવલ્લી કમલમ કાર્યાલયમાં લોકસભાની ચૂંટણી ટાણે કાગળા ઉડતા હોય તેવો માહોલ,પોલીસકર્મી તૈનાત
અરવલ્લી જીલ્લા પંચયાત સદસ્ય અને પૂર્વ જીલ્લા પંચયાત અપ પ્રમુખ કનુંભાઈ મનાતે રાજીનામું ધરીદીધું
શિસ્તબદ્ધ અને કેડરબેજ પાર્ટી ભાજપની શાખના લીરેલીરા ઉડ્યા
ભીખાજી ઠાકોરનું અપમાન સમગ્ર સમાજનું અપમાન હોવાનો હુંકાર
ભીખાજી ઠાકોરના સમર્થન મેઘરજમાં રેલી યોજી સુત્રોચાર

Advertisement

મેઘરજ ભાજપના કાર્યાલય પર ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં તો મત નહીં ના બેનર લાગ્યા

Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે ગળામાં હાડકું ફસાયા જેવો ઘાટ સર્જાયો છે ભાજપે ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોરનું નામ જાહેર કર્યું હતું ત્યારે ભીખાજી ડામોર કે ઠાકોર તેમજ તેમની જાતિને લઈને આયોજન બદ્ધ વિવાદ ઉભો કરી સોશ્યલ મીડિયા થી લઈને પત્રિકા યુદ્ધ સુધી પહોંચતા ભીખાજી ડામોરને ભાજપ હાઈકમાન્ડે સૂચના આપતા શનિવારે સવારે ભીખાજી દૂધાજી ઠાકોરે સોશ્યલ મીડિયા મારફતે વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો શનિવારે તેમના સમર્થકો મોટી સંખ્યામાં અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે પહોંચી ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને યથાવત રાખવા માંગ કરી હતી

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે અરવલ્લી જીલ્લાના ભાજપના મહામંત્રી અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન ભીખાજી દૂધાજી ઠાકોરને જાહેર કરતા અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભીખાજી ઠાકોરે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો ત્યારે તેમની જાતિને લઈને વિવાદ ઉભો કરવામાં આવતા અને ભાજપ મોવડી મંડળમાં સિલસિલા બદ્ધ રજૂઆત કરતા ભાજપ હાઇ કમાન્ડ દ્વારા સ્વૈછિક રીતે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવા માંગતો ન હોવાનું સોશ્યલ મીડિયા મારફતે જાહેર કરવાની સૂચના આપવામાં આવતા તેમણે શનિવારે સોશ્યલ મીડિયા મારફતે જાહેરાત કરતાની સાથે ભાજપમાં ભડકો થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે શનિવારે તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો રવિવારે ઉંડવા રોડ પર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમના સમર્થનમાં સર્વ સમાજ હોવાના બેનર સાથે ભાજપ તારા વળતા પાણી અને ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં તો ભાજપને મત નહીંના સૂત્રોચાર કર્યા હતા અને મેઘરજમાં પણ તેમના સમર્થકોએ રેલી કાઢી હતી અને સોમવાર સાંજ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને યથાવત નહીં રાખવામાં આવે તો મંગળવારે મેઘરજમાં સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું છે હાલ તો અરવલ્લી જીલ્લા ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!