અરવલ્લી જીલ્લામાં એક માત્ર એવું ગામ કે જ્યાં દિવસે હોલિકા દહન થાય છે માલપુર ના પરસોડા માં 50 ફૂટ ઊંચી હોળી દિવસે પ્રગટાવવા માં આવે છે કોઈપણ ધાર્મિક તહેવાર હોય તેના પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલ હોય છે સમગ્ર દેશ માં ભક્ત પ્રહલાદ ની યાદ માં રાત્રી દરમિયાન હોળી દહન યોજતું હોય છે પણ ઉત્તર ગુજરાત માં એક ગામ એવું છે કે જ્યાં સવાસો વર્ષ થી એક જ સ્થાન પર અને દિવસે હોળી પ્રગટાવવા માં આવે છે
અરવલ્લીના માલપુર તાલુકા ના પરસોડા ગામે દિવસે હોળી પ્રગટાવવા માં આવે છે હોલિકા દહન અગાઉ હજારો ની સંખ્યા માં અબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યા માં એકઠા થાય છે જે સ્થાન પર હોળી પ્રગટાવવા ની હોય ત્યાં અસંખ્ય ઢોલ સાથે હોળી ના ફાગ ગવાતા હોય છે મહિલાઓ ,બાળકો ,અને યુવાનો હાથ માં મોટી મોટી લાઠી રાખી ને ગોળ ગોળ ઘૂમી ને દાંડિયા રમતા હોય છે ત્યારબાદ ગામ ના મુખી દ્વારા હોળી આસપાસ મશાલ બનાવી સાફા માં સજ્જ થઈ ને ગોળ ગોળ ફરતા હોય છે અને હોળી પ્રગટાવવા માં આવે છે લગભગ 50 ફૂટ હોળી ની જ્વાળાઓ જાણે આકાશ ને આંબતી હોય એ રીત ના દ્રશ્યો જોવા મલયા છે ત્યારે લગભગ સવા સો વર્ષ જૂની હોળી ના દર્શન થી ખેતીમાં ,પશુ પાલન માં,અને આરોગ્ય માં બરકત આવે છે એવી વર્ષો જૂની માન્યતા છે હજારો લોકો હોળી ના દર્શન કરી ધન્ય બને છે