સામાન્ય રીતે પોલીસ સામે ગંભીર આરોપ લાગતા હોય છે અને સવાલો ઉભા થતા હોય છે પોલીસનું નામ સાંભળતા જ આરોપીઓમાં ફફડાટ આવી જાય છે. ક્યારેક નાનું છોકરું રડતું હોય ત્યારે તેને ચૂપ કરાવવા મા-બાપ પણ પોલીસની બીક બતાવતા હોય છે. ખાખી વર્દીમાં કડક દેખાતી પોલીસમાં પણ કેટલી માનવતા ભરી છે તેનું ઉદાહરણ અરવલ્લી પોલીસમાં જોવા મળ્યું હતું અરવલ્લી પોલીસ અધિકારીઓની ટીમ રહિયોલથી પરત ફરતા રહિયોલ નજીક દર્દથી કણસતા કાર ચાલકને સરકારી જીપમાં સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડી માનવતા મહેકાવી હતી
મોડાસા ધનસુરા ધોરીમાર્ગ પર રહિયોલ રેલવે ફાટક નજીક ટ્રકે કારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે પાસે ટ્રકને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો રહિયોલ ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોવાથી કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી મોડાસા પરત ફરતા સમયે રહિયોલ રેલ્વે ફાટક નજીક દર્દથી કણસતા કાર ચાલકને જોઇ પોલીસ જીપને અટકાવી દીધી હતી હોય અને ઇજાગ્રસ્ત ચાલકને તબડતોડ સરકારી વાહનમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર પટેલ,અને ડ્રાઇવર ગાજેન્દ્રસિંહ ઝાલાએ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડતા ખાખીમાં રહેલ ભગવાનના કાર ચાલકને દર્શન કરાવ્યા હતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ પોલીસ અધિકારીઓના માનવતા ભર્યા અભિગમની સરાહના કરી હતી