સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ મેત્રાલ ગામમાં એક દારૂડિયા ઈસમે નશામાં ભાન ભૂલી પોતાની કાર ગામમાં પ્રગટાવેલ હોળીમાં હોમી દીધી હતી જેને લઇ ગામ લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી.
મેત્રાલ ગામમાં હોળીકા દહનના દિવસે એક દારૂડિયા એ હંગામા ઊભું કર્યો હતો.હોળી પર્વના દિવસે રાત્રે 8:00 વાગે ગ્રામજનો હોળી પ્રગટાવી હોલિકા દહન કરી રહ્યા હતા તેવામાં એક દારૂડિયો ઈસમ તેની સીએનજી કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેણે પોતાની કાર પ્રગટાવેલી હોળી પાસે સળગવા મૂકી દીધી હતી.
જોત જોતામાં કાર ભડકે બળવા લાગી હતી તો બીજી તરફ કાર સીએનજી હોવાથી હોળી માતાના દર્શને આવેલા લોકોમાં નાશભાગ મચી હતી.જોત જોતા માં કાર બળીને ખાત થઈ ગઈ હતી ત્યારે દશામાં દૂધ દારૂડિયો શખ્સ રોડ ઉપર આરોળતો રહી નજારો જોઈ રહ્યો હતો. બનાવની જાણ થતા ગામમાંથી તો લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી ફર્યા હતા અને સ્થાનિક દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી જોકે ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા જ કાર બળીને ભસ્મિભૂત થઈ ગઈ હતી.