30 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લીઃ બાયડના બોરલ ગામેથી ચોરાયેલા મોબાઈલ તથા રોકડ રકમ ૬૨ હજાર સાથે હરિયાણાના આરોપીને દબોચતી એલસીબી


બાયડ તાલુકાના બોરલ ગામે તા.૧૮-૩-૨૦૨૪ના સુમારે મોડાસા-નડીયાદ હાઈવે રોડની
પાસે બોરલ નજીક કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના તબેલા ઉપરથી ઓપો કંપનીનો
મોબાઈલ જેની કિંમત રૂપિયા ૧૦૦૦૦/- ચોરી કરી ને પલાયન થઈ ગયો હતો .
જે બાબતે બાયડ
પોલીસસ્ટેશને ગુનો દાખલ કર્યો હતો તે ગુનામાં આરોપી પકડાયો ના હોવાથી ગુનો અનડીટેકટ
હતો.
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓને અનડીટેકટ ગુના શોધી કાઢવા માટે કામગીરી સોંપવામાં આવતાં એલ.સી.બી પોલીસ ઈન્સપેકટર ડી.બી.વાળા અનડીટેકટ ગુના શોધી કાઢવા
માટે ખંતપૂર્વક પ્રયત્નો કરવા સુચનાના માર્ગદર્શન મુજબ સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરતા
ફરીયાદીના ખાટલા પાસે આવી મોબાઈલ ચોરી કરી એક ટ્રકમાં બેઠેલ હોવાનું જણાઈ જે
બાબતે ગુન્હાવાળી જગ્યાના આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી કન્ટેનર ગાડીના
ચાલક સંડોવણી શોધી કાઢી કન્ટેનર ગાડીના ફાસ્ટ ટેગ તથા ટ્રાન્સપોર્ટ કંપનીની માહિતી
કાઢી કન્ટેનર ના ચાલક મોસમખાન શરીફખાન રૂદારખાન મેવ (રહે.રાનીકા-હરિયાણા)
ચોરીમાં ગયેલઓપ્પો કંપનીનો મોબાઈલ જેની કંમત ૧૦૦૦ સાથેઝડપી લાવી મોબાઈલ
ફોન ચોરી કર્યા બાદ મોબાઈલ ફોન-પે એપમાંથી રૂ.૧૨,૦૦૦મિત્રના ખાતામાં ટ્રાન્જેક્શન
કરી રોકડ રકમ રૂપિયા ૬૨,૦૦૦/-ઉપાડી લીધેલ હતી મુદામાલ રીકવરી કરી કુલ રૂપિયા ૭૨,૦૦૦/-
મુદામાલ સાથે બાયડ પોલીસ સ્ટેશને ગુન્હાનાં કામે અટક કરવા સી.આર.પી.કલમ મુજબ
ગુનો નોંધેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!