30 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : ગરીબીએ સગીરને ચોરી કરવા મજબૂર કર્યો,LCBએ ભિલોડા ત્રિભુવન નગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સગીરને ઝડપ્યો


અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પોલીસ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા નગરની ત્રિભુવન સોસાયટીના એક મકાન માં થયેલ સોનાના દાગીના અને મોબાઈલ ચોરીના ગુન્હાનો ભેદ ગણતરી ના દિવસોમાં ઉકેલી નાખી એક સગીરને દબોચી લઇ 46 હજારથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ગરીબીના લીધે ચોરી કરવા મજબૂર બન્યો હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે ભિલોડા નગરની ત્રિભુવન સોસાયટીમાં આવેલ એક મકાનમાંથી સોનાના દાગીના અને મોબાઇલ ચોરીનો ગુન્હો ભિલોડા પોલિસ સ્ટેશનમાં નોંધતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભિલોડા નગરમાં ધામા નાખી ટેકનિકલ સર્વરલન્સ અને બાતમીદારો સક્રિય કરતા ચોરીના ગુન્હાને અંજામ આપનાર સગીરને શોધી કાઢી તેના ઘરે પંહોચી તેની માતાની ઉપસ્થિતિમાં અંગ જડતી લેતા નાઈટીના ખિસ્સામાંથી ચોરી કરેલ મોબાઇલ અને સોનાના દાગીના મળી રૂ.46650/-નો મુદ્દામાલ કબ્જે કરી સગીરની અટકાયત કરી ભિલોડા પોલીસને સોંપી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!