અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે ડામોર ઢુંઢા રોડ નજીક બિનવારસી પલ્સર બાઈક અને કોથળામાંથી 26 હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકરિયા ગામ નજીક આઇસર ટ્રકમાંથી ગેરકાયદેસર કતલખાને ઘુસાડતા 18 પાડા પાડીને બચાવી લઇ બે કસાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ પીએસઆઈ આર.બી.રાજપુત અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા ડામોર ઢુંઢા ગામ નજીક પલ્સર બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ બાતમી આધારિત સ્થળ પર પહોચતા રોડ સાઈડ બિનવારસી પલ્સર બાઈક અને રોડ નજીક ખાડામાં પડેલ કંતાનના કોથળામાં ભરેલ વિદેશી દારૂના ક્વાટર અને બિયર ટીન નંગ-159/-કિં.રૂ.26000 અને બાઇક મળી કુલ રૂ.66000/-નો જથ્થો જપ્ત કરી બાઈક પર દારૂની ખેપ મારનાર બુટલેગર મેઘરજ પાલ્લાનો કનુ ખુમા રાઠોડ અને તેની સાથે રહેલ શખ્સ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા LCB પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા ગેરકાયદેસર પશુઓ ભરેલ ટ્રક મેઘરજ નીકળી ઝાલોદર થઈ મોડાસા તરફ પસાર થઈ રહ્યું હોવાની બાતમી મળતાં એલસીબીએ સાકરિયા નજીક વોચ ગોઠવી બાતમી આધારિત ટ્રક આવતા અટકવાવાનો પ્રયત્ન કરતા ટ્રક ચાલક અને અન્ય શખ્સ ટ્રક ખેતરમાં મૂકી દોટ લગાવતા પોલીસે બંનેનો પીછો કરી દબોચી લીધા હતા પોલીસે ટ્રકમાંથી મુશ્કેટાટ હાલતમાં બાંધેલ 90 હજારના 18 પશુઓને બચાવી લઇ મોડાસા ચાંદ ટેકરીના અરબાઝ બાબુ મુલતાની અને રફીક સાબિર મુલતાનીની ધરપકડ કરી પશુઓ,ટ્રક મોબાઈલ મળી કુલ.રૂ.490500/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલ ભવાનસિંગ વણઝારા (રહે,પીઠ-રાજ) અને ટ્રક માલિક અલી સાબિર મુલતાની (રહે,ચાંદટેકરી-મોડાસા) સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા