30 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લીઃબાયડના જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલા શુભકાવ્યા હોટલ-ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોની પથિક સોફટવેરમાં એન્ટ્રી નહીં કરતાં સંચાલક સામે પોલીસ ફરિયાદ


બાયડ નગરમાંથી પસાર હાઈવે ઉપર વાત્રક માર્ગ પર જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી શુભ કાવ્યા હોટલમાં ગ્રાહકોની પથિક સોફટવેર એન્ટ્રી નહીં કરતાં હોટલના સંચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અરવલ્લી પોલીસ દ્વરા શાંતિ અને
સલામતી જળવાઈ રહે તે માટે તમામ હોટલ અને ગેસ્ટ હાઉસના કાઉન્ટર પર પથિક
સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી ફરજીયાત કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
આમ છતાં હોટલમાં આવનારા મુસાફરોની એન્ટ્રી નહી દર્શાવીને જાહેરનામાનો ભંગ કરવા બદલ
બાયડ ખાતે આવેલી શુભકાવ્યા હોટલના વિનોદભાઈ કેવજીભાઈપટેલ રહે.હાલ બાયડ
શુભકાવ્યા હોટલ. બાયડ તેમજ મુળ રહે.શામપુર,રાજસ્થાન સામે ગુનો નોંધાયો હતો.
બાયડ પોલીસ ટીમ તે વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા ત્યારે શુભકાવ્યા હોટલ
એન્ડ ગેસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસ ખાતે આવી રીશેપ્સન કાઉન્ટર ઉપર ઈસમનું નામ ઠામ
પુછતા વિનોદભાઇ કેવજીભાઈ પટેલ હોવાનું જણાવેલ છે.
જન મંગલ કોમ્પલેક્ષના બીજા
માળે ભાડાની જગ્યા પર બે વર્ષથી હોટલ તથા ગેસ્ટ હાઉલ ચલાવતા હોવાનું અંગે પોતે
હોટલ માલીક હોવાનું જણાવેલ છે ગેસ્ટ હાઉસમા રીશેપ્સન કાઉન્ટર ઉપર ઉતારૂઓનું
વિગત અંગેનું રજીસ્ટર બતાવવા જણાવેલ જે ૨જીસ્ટર જોતા નિયત કોલમો મુજબ નિભાવેલ
હતું તેમજ કોમ્પ્યુટરમાં પથિક સોફટવેર ઇન્સ્ટોલ કરી ઉતારૂઓના આઈ.ડી તથા પાસવર્ડ
આપી સોફટવેરમાં એન્ટ્રી કરવા અંગે અગાઉ સુચના કરેલ હોવા છતા મજકુર ઈસમે
પોતાના ગેસ્ટહાઉમા પથિક સોફટવેરમાં એન્ટ્રીની નોંધ કરેલ ના હતી.
જેથી બાયડ પોલીસે
દરોડો પાડતા. વિનોદભાઈ કેવજીભાઈ પટેલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
હતી.

Advertisement

જગદીશ પ્રજાપતિ
અરવલ્લી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!