30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : મોડાસા સાંઈ મંદિરે સાઈ પ્રાગટય દિવસે 101 કિલો શુદ્ધ સુકામેવા અને મીઠાઈની કેક અર્પણ,જીલ્લામાં ચૈત્ર નોમની ઉજવણી


*ભાવિકો દેવ મંદિરોમાં જઇ માથું ટેકવી દર્શન કર્યા*

Advertisement

અરવલ્લી જીલ્લા માં ભગવાન રામના જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર ભક્તિભાવ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ નોમનો દિવસ સાંઈબાબા અને સ્વામિનારાયણ ભગવાનના જન્મદિન ની ઉજવણી પણ ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા સાંઈ મંદિરે ભગવાન રામ અને સાંઈબાબા ના જન્મદિવસની ઉજવણીમાં ૧૨૧ કિલો સૂકા મેવા અને માવામાંથી બનાવેલી કેક ધરાવી પૂજા અર્ચના બાદ કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેર અને જીલ્લાના ભક્તો જોડાયા હતા અને વહેલી સવાર થી મોડી રાત્રી સુધી દર્શનનો લાભ લીધો હતો
અરવલ્લી જિલ્લામાં પરંપરાગત રીતે ચૈત્રી નવરાત્રિ ઉજવણીની નોમ અને રામનવમીની ઠેર ઠેર ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.ભાવિકો દેવ મંદિરોમાં જઇ માથું ટેકવી દર્શન કર્યા હતા મંગળવારે આઠમના હવન યજ્ઞ યોજી ભાવિકોએ વ્રતનું સમાપન કર્યું હતું. મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં ચૈત્રી નવરાત્રી ઉત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ઉત્સાહ ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો. કેટલાક ગામોમાં આસો નવરાત્રીની જેમ જ આ નવરાત્રીમાં પણ ગરબાની રમઝટ સાથે નવરાત્રીના નવ દિવસ પસાર કર્યા હતા.શક્તિની ઉપાસનાના આ પર્વમાં પણ ભાવિકોએ નવ દિવસ નકોરડાં ઉપવાસ વ્રત રાખી માં શક્તિની ઉપાસના કરી હતી.આ નવરાત્રીમાં પણ માતાજીના જપ,તપ કરી શક્તિના પાઠ કરી કૃપા પામવા ભક્તિભાવ સાથે નોરતાં ઉજવ્યાં હતા.આ વર્ષે આઠમ અને નોમ એક સાથે આવતા આઠમના હવન યજ્ઞ કરીને વ્રતધારી ભક્તોએ પોતાના આનુષ્ઠાનો પૂરાં કર્યાં હતાં. જ્યારે સાથે સાથે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિનરામનવમી પણ હોઈ ભક્તોએ મંદિરોમા જઈને દેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!