asd
27 C
Ahmedabad
Sunday, November 3, 2024

અરવલ્લી : શામળાજી પોલીસ મિકેનિક બની બુટલેગરોના દારૂ સંતાડવાના કીમિયા નિષ્ફળ બનાવ્યા,બે કારમાંથી 60 હજારનો શરાબ જપ્ત


 

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણીમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા જીલ્લાની રાજસ્થાન રાજયને અડીને આવેલ આંતરરાજ્ય અને આંતર જીલ્લા સરહદો પર ચેકપોસ્ટ ઉભી કરી પોલીસતંત્ર બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના અવનવા કીમિયા નિષ્ફળ બનાવી રહી છે ભેજાબાજ બુટલેગરોએ કારમાં બનાવેલ ગુપ્તખાના શોધવા પોલીસે મિકેનિકલની ભૂમિકા ભજવી રહી છે શામળાજી પોલીસે વધુ બે કારના ગુપ્તખાનામાં સંતાડેલ 60 હજારના વિદેશી દારૂ સાથે ત્રણ બુટલેગરને દબોચી લીધા હતા

Advertisement

 

Advertisement

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર રાજસ્થાન તરફથી આવતા પરપ્રાંતીય વાહનોનું સઘન ચેકિંગ હાથધરવાની સાથે બાતમીદારો સક્રિય કરી નાના-મોટા વાહનમાંથી સતત દારૂ ઝડપી રહી છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે આવતી સેન્ટ્રો કારને અટકાવી તલાસી લેતા કારના બોનેટની બંને સાઈડના પડખામાં બનાવેલ ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂના પાઉચ નંગ-320/- કિં.રૂ.25600/-ના જથ્થા સાથે જીતેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ (રહે,સુરભી એપાર્ટમેન્ટ,વલસાડ) અને રાજસ્થાનના કૈલાશ ખટીકને દબોચી લઇ 2.27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અન્ય એક લક્ઝુરિયસ ક્રેટા કારને અટકાવી તલાસી લેતા ક્રેટા કારની નીચે અને સીટ વચ્ચે બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂની બોટલ- 346 કિં.રૂ.34398/- તેમજ કાર અને મોબાઇલ મળી કુલ.રૂ.5.39 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર કાર ચાલક વિજય પહાડ દેસાઇ (કૂંઠવા-રાજ)ને દબોચી લઇ ત્રણે વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!