30 C
Ahmedabad
Thursday, May 9, 2024

વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ


રાજ્યની વડોદરા મહાનગરપાલિકાના સૌ પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ-2022ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ અવસરે ભૂપેન્દ્ર પટેલ મુંબઇમાં આયોજિત સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, મહાનગરો, શહેરોમાં વસવાટ કરતા નાગરિકોની સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે મ્યુનિસિપલ બોન્ડથી ભંડોળ મેળવી લોકલ અર્બન બોડીને ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટ સાથે જોડવાની ગુજરાતની મહાનગરપાલિકાઓએ સફળતા મેળવી છે.
મુખ્યમંત્રીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બેલ રીન્ગિગ દ્વારા BSEની દિવસભરની કામગીરીનો આરંભ કરાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોરમેશન-‘‘અમૃત’’ યોજના હેઠળ આપવા પાત્ર ફાળા માટેની રૂ. 100 કરોડની રકમ મ્યુનિસિપલ બોન્ડના માધ્યમથી ઉભી કરવાની સફળતા મેળવી છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન સબસ્ક્રીપ્શન માટે ગત ર૪ માર્ચના આ બોન્ડ ઇસ્યુ ખોલવામાં આવ્યો હતો. આ ઇસ્યુ ખૂલતા વેત જ પ્રથમ સેકન્ડે જ 452 ગણું સબસ્ક્રાઇબ થયુ હતું. એટલું જ નહિ, ઇસ્યુનો સમય પૂર્ણ થતા સુધીમાં તો મહાપાલિકાના રૂ. 100 કરોડના આ બોન્ડ સામે ૩૩ રોકાણકારો દ્વારા 1007 ગણુ વધારે એટલે કે રૂ. 1007 કરોડની બિડ થઇ હતી.
વડોદરા મહાપાલિકાનો આ બોન્ડ આજ સુધીના સૌથી ઓછા એટલે કે 7.15 ટકાના દરે સબસ્ક્રાઇબ થયેલો છે તે પણ એક સિદ્ધિ છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!