35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

ચૂંટણી પહેલા જ ભાજપનું મધ્ય ગુજરાતમાં અત્યારથી શરૂ થઈ ગયું છે માઇક્રો પ્લાનિંગ


સીઆર પાટીલ એ માઇક્રો લેવલની પ્લાનિંગ માટે જાણીતા છે ત્યારે આગામી વિધાન સભાની ચૂંટણી પહેલા જ ભાજપનું મધ્ય ગુજરાતમાં અત્યારથી માઈક્રો પ્લાનિંગ જાણે શરૂ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે સૌરાષ્ટ્ર સહીતના અન્ય વિસ્તારોની અંદર પણ બીજેપી આ વખતે સક્રિય બનીને કામ કરી રહી છે.

Advertisement

સીઆર પાટીલની આગેવાનીમાં મધ્ય ગુજરાતના 5 જિલ્લાના હોદેદારો સાથે મહત્વની બેઠક યોજવામાં આવશે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ , તથા દાહોદ જિલ્લા ના હોદ્દેદારો, પ્રમુખ મહામંડળના હોદ્દેદારો એ સૌ કોઈને બેલાવવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગરમાં તાપી રીવર લિંક પ્રાેજ્ક્ટને લઈને તેમજ વિવિધ પ્રકારના પ્લાનિંગથી કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજને કોંગ્રેસે તેમના તરફ  આકર્સવા માટે પ્રયાસ કર્યેો હતો પરંતુ તાપી રિવર લિંકઅપ પ્રાેજેક્ટ સ્થગિત રહેતા આ વિરોધ હવે પહેલાની જેમ નહીં થઈ શકે. જેથી બીજેપી અત્યારે માઈક્રાે પ્લાનિંગ તરફ વળી છે.
ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મધ્ય ગુજરાતમાં આવે તેવી શક્યતા છે ત્યારે તેમના પ્રવાસને લઈને પણ અગત્યની ચર્ચા આ બેઠકમાં તૈયારીના ભાગરુપે કરવામાં આવી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!