39 C
Ahmedabad
Saturday, May 4, 2024

ભિલોડા : રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર બંસીલાલ ડામોરને પોલીસે ટોરડા બસ સ્ટેન્ડ નજીકથી દબોચ્યો


અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયાની અમદાવાદ બદલી થતા જીલ્લા પેરોલ ફર્લો ટીમ મૂર્છિત અવસ્થામાં આવી ગઈ હોય તેમ નાસતા-ફરતા આરોપીઓ ઝડપવાની કામગીરી પર બ્રેક વાગી ગઈ હોય તેવી સ્થિતિ પોલીસતંત્રમાં પ્રવર્તી રહી છે ભિલોડા પોલીસે રાજ્સ્થાનના વોન્ટેડ બુટલેગર બંસી ડામોરને ટોરડા નજીકથી ઝડપી પાડતા બૂટલેગરના મોતિયા મરી ગયા હતા બુટલેગર બંસી ડામોર ભિલોડા અને શામલાજી, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશના અનેક પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા કેટલાક સમાય થી વોન્ટડ હતો.

Advertisement

ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગ હાથ ધરાતા પીઆઇ મનીષ વસાવાને પોલીસને થાપ આપવામાં માહિર રાજસ્થાનનો વોન્ટેડ બુટલેગર બંસીલાલ ડામોર ટોરડા બસ સ્ટેન્ડ નજીક હોવાની બાતમી મળતા તાબડતોડ તેમની ટીમ સાથે ટોરડા બસ સ્ટેન્ડ પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી રાજસ્થાન ખેરવાડાના બાબરી ગામના બંસીલાલ જીવાજી ડામોરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો વોન્ટેડ બુટલેગર બંસી ડામોર સામે ભિલોડા, શામળાજી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુન્હા નોંધાયેલા હોવાનું ભિલોડા પોલીસે જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!