32 C
Ahmedabad
Saturday, April 27, 2024

આકાશ માં જોવા મળેલી વસ્તુ શુ હતી? UFO, ઉલ્કા,રોકેટ કે પછી કોઈ કુદરતી સંકેત?  


  1. સ્પેશિયલ રીસર્ચ, મેરા ગુજરાત, અરવલ્લી 

ગુજરાત તેમજ આખા દેશ માં 2એપ્રિલના રોજ સાંજે સાત અને આઠ વાગ્યા ના વચ્ચે આકાશ માં એક અકલ્પનિય ઘટના ઘટી જેનો સાક્ષી હું પોતે પણ છું,વાત જાણે એમ છે કે રમજાન નો પવિત્ર મહિનો શરૂ થવા જઈ રહ્યો હતો અને મોટા ભાગ ના લોકો ની નજર આકાશ પર ચાંદ જોવા માં વ્યસ્ત હતી ત્યારે એક અણધાર્યો અને અજાણ પ્રકાશ આકાશ તરફ થી સરકી ધરતી તરફ આવી રહ્યો હતો,કોણ જાણે એ શું હતું પણ જ્યાં સુધી એ સરકતો રહ્યો ત્યાં સુધી દરેક ને વિચારો સ્થિર થઈ ગયા અને એના અદ્રશ્ય થયા બાદ તરેહ તરેહ ની ચર્ચાઓ રોકેટ સ્પીડે ફેલાવા લાગી, પર ગ્રહવાસીઓ ની રકાબી? ઉલ્કા પિંડ,રોકેટ ના અંશો વગેરે પણ હજુ સુધી કોઈ ઠોસ જાણકારી નથી મળી કે આ વસ્તુ શુ હતી વળી ચાંદ જોવા ધાબે ચઢેલા લોકો માં કેટલાક ને તો ચાંદ પણ ન જોવાયો પરંતુ ક્યારેય ન જોયેલી આ આકાશી રોશની જોવા નો લ્હાવો જરૂર મળ્યો, વિવિધ માધ્યમો માં છપાઈ રહેલા અહેવાલો માં કહેવાય રહ્યું છે કે આ ચાઈનીઝ રોકેટ છે આવા દાવાઓ માં અમેરીકે વૈજ્ઞાનિકો પણ પોતાનું સમર્થન આપતા ચર્ચાઈ રહ્યા છે પરંતુ શું ચીન જાહેર માં આવી ભૂલ કરે ખરું? તો શું અમેરિકી વૈજ્ઞાનિકો જગત જમાદાર ના ચશ્મા પહેરી ને જ આ ઘટના ને જુવે છે કે કોઈ વૈજ્ઞાનિક ઢબે તે પણ એક પ્રશ્ન છે.

Advertisement

જો એ વાત સાચી હોય કે આ કોઈ દેશ દ્વારા છોડલી રોકેટ છે તો શું વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા ના કે વિશ્વ યુદ્ધ થવા ના આ સંકેત છે કે શું? તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે,અમેરિકા તો એલિયન્સ તેમના આંગણે જ રમે છે તેવા દાવાઓ ભૂતકાળ માં પણ કરી ચૂક્યું છે તો શું બીજા દેશો એ એલિયન્સ ની જમીનો પચાવી પાડી હશે કે ત્યાં નહીં જતા હોય? આપણે એલિયન્સ નો દાવો તો નથી કરતા પણ આવી ઘટના બાદ શક્યતાઓ નકારી શકાતી નથી.

Advertisement

દેશ ના ખૂણે ખૂણે જોવાયેલી આ આકાશીય રોશની માં કંઇક તો મોટો ભેદ છે જે વિશ્વ ના મોટા વૈજ્ઞાનિકો ને તેના વિશે બોલવા પર મજબુર કરે છે, હજુ તો આવતા દિવસો માં વધુ ચોંકાવનારા ખુલાસા આ આકાશી રોશની વિશે થાય તો નવાઈ નહિ.

Advertisement

હજુ પણ વધુ રિસર્ચ કરી આ ઘટના પર મેરા ગુજરાત વધુ પ્રકાશ પાડવા નો પ્રયત્ન કરશે

Advertisement

જુઓ આકાશી વિડીયો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!