42 C
Ahmedabad
Friday, May 17, 2024

Impact : વોટર ATM આખરે શરૂ કરી દેવાયું, હવે પાણી નિ:શુલ્ક અપાશે


મોડાસા નગર પાલિકા દ્વારા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે મુકવામાં આવેલ વોટર ATM માં પાણી શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણાં વર્ષોથી પાણીનું મશિન બંધ હાલતમાં હતું, જેનો અહેવાલ મેરા ગુજરાત પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા વોટર એટીએમમાં પાણી નહીં આવતા લોકોને પાણી નહોતું મળતું, પણ હવે પાણી શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મોડાસા નગર પાલિકા દ્વારા મશિનના સમારકામની કામગીરી કરવા માટે અમદાવાદથી મશિનના મેન્ટેનન્સ માટેની ટીમ આવતા પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા પાણી ભરવા માટે નિયત કરેલ નાણાં મશિનમાં નાખવા પડતા હતા, પણ હવે પાલિકાએ પાણી નિ:શુલ્ક કરી દીધું છે.

Advertisement

મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર તેમજ તેમની ટીમ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવાઈ હતી, લાખો રૂપિયાના ખર્ચે લોકોના હિત માટે મુકવામાં આવેલ મશિનની હાલત ખૂબ જ ખરાબ હતી, જે અંગે મેરા ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ પહેલા મશિનની ફરતે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, જેથી મશિન ઢંકાઈ ગયું હતું, પણ તાત્કાલિક પાલિક પ્રમુખે હોર્ડિંગ્સ હટાવી લેવા આદેશ કર્યો હતો, એટલું જ નહીં વોટર એટીએમમાં પાણી પણ બંધ હતું, જેના સમારકામની કામગીરી ઝડપી પૂરી કરવા માટે પણ નિર્દેશ કર્યા હતા. વોટર એટીએમના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મોડાસા નગર પાલિકાના બાંધકામ ચેરમેન સમિતિના ચેરમેન આશિષ પટેલ તેમજ પાણી પુરવઠા અધિકારી દેવાંગ સોનીએ મુલાકાત કરી હતી.

Advertisement

પાણી માટે લોકો પરબ બંધાવતા હોય છે, પણ પાલિકા દ્વારા વોટર એટીએમ મુકવામાં આવ્યું હતું, જોકે જાળવણીના અભાવે વોટર એટીએમ બંધ હાલતમાં હોવાથી લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડતો હતો, હવે વોટર એટીએમ શરૂ કરવામાં આવ્યું છે, અને પાણી પણ નિ:શુલ્ક આપવાનો પાલિકાએ નિર્ણય કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!