33 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા : SOG પોલીસે ઈડરના મણીયોર ગામ નજીકથી રાજસ્થાની યુવકને બંદૂક સાથે ઝડપ્યો, જેલના સળિયા પાછળ ધકેલી દીધો


સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં ગેરકાયદેસર તમંચા, બંદૂક, હાથ બનાવટની પિસ્તોલ સાથે રાજસ્થાની શખ્સો સતત ઝડપાઇ રહ્યા છે સાબરકાંઠા એસઓજી પોલીસે ઇડર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ હાથધરતાં મણીયોર ગામ નજીકથી રાજસ્થાની યુવકને દેશી બંદૂક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બંને જીલ્લામાં ગેરકાયદેસર બંદૂકનો વેપલો ધમધમી રહ્યો છે સાબરકાંઠા એસઓજી પોલીસે વધુ એક વાર ગેરકયદેસર બંદૂક સાથે શખ્સને દબોચી લેવામાં સફળતા મળી હતી

Advertisement

સાબરકાંઠા એસપી વિશાલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લા ઓપેરશન ગ્રુપના ઇન્ચાર્જ પીઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે બાતમીના આધારે ઇડરના મણીયોર ગામની સીમમાંથી રાજસ્થાન ઉદેપુરના સુરા ગામના રાજુ રામલાલ ગમારને પાંચ હજારની દેશી બંદૂક સાથે દબોચી લીધો હતો રાજસ્થાની શખ્સ દેશી બંદૂક કોઈને વેચાણ આપવામાં માટે આવ્યો હતો કે પછી કોઈ ગુન્હાને અંજામ આપવા આવ્યો હતો તે અંગે એસઓજી પોલીસે સઘન પૂછપરછ હાથધરી આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!