28 C
Ahmedabad
Monday, May 6, 2024

રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, માત્ર 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી


રોકીભાઈની ‘KGF Chapter 2’ ની ‘RRR’ ને ધોબીપછાડ, માત્ર 4 દિવસમાં 550 કરોડથી વધુની કમાણી

Advertisement

‘KGF Chapter 2’ 14 એપ્રિલના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ ગઈ છે અને રીલીઝ થયાના દિવસથી જ આ ફિલ્મે મોટી મોટી ફીલ્મોના રેકોર્ડ પણ તોડી નાંખ્યા છે.

Advertisement

સાઉથના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF Chapter 2’એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ જે રીતે કમાઈ રહી છે તેનાથી રાજમૌલિની ‘RRR’ પણ પાછળ પડી જશે. રાજમૌલિની આ ફિલ્મે કુલ 1082 કરોડની કમાણી કરી છે. જો કે, 14 એપ્રિલના રોજ રિલીઝ થયેલી ‘KGF Chapter 2’ જે સ્પીડમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, એ જોતાં લાગે છે કે આ ફિલ્મ ‘RRR’ કરતાં પણ વધુ કમાણી કરશે. aa ફિલ્મે અત્યારસુધી વર્લ્ડવાઇડ 500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મના હિંદી વર્ઝને ‘RRR’ના હિંદી વર્ઝનને કમાણીમાં પાછળ મૂકી દીધી છે.

Advertisement

‘KGF Chapter 2’ ની ચાર દિવસમાં જ અઢળક કમાણી

Advertisement

ફિલ્મના ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને જણાવ્યું હતું, કે ‘KGF Chapter 2’એ માત્ર ચાર જ દિવસમાં આખા વિશ્વમાં 550 કરોડ ઉપરની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ 165.37 કરોડ, બીજા દિવસે 139.27 કરોડ, ત્રીજા દિવસે 115.08 કરોડ તથા ચોથા દિવસે 132.13 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે માત્ર ચાર દિવસમાં આ ફિલ્મે 551.83 કરોડની કમાણી કરી લીધી છે.

Advertisement

હિંદી વર્ઝને કમાયા 193 કરોડ

Advertisement

ફિલ્મ બાબતે તરણ આદર્શે કહ્યું કે, આ ફિલ્મના હિંદી વર્ઝને તો ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મ રિલીઝ થયાના પાંચ દિવસની અંદર જ 200 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે. વાત કરીએ ‘બાહુબલી 2’ ની આ ફ્લિમ રિલીઝના છઠ્ઠા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. ‘KGF Chapter 2’એ ગુરુવારે, 53.95 કરોડ, શુક્રવારે 46.79, શનિવારે 42.90 તથા રવિવારે 50.35 કરોડની કમાણી કરી લીધી હતી અને ચાર દિવસની અંદર આ ફિલ્મના હિંદી વર્ઝને 193.99 કરોડ કમાઈ લીધા છે.

Advertisement

‘KGF Chapter 2’ના હિંદી વર્ઝનની ‘RRR’ને ધોબીપછાડ

Advertisement

હિંદી વર્ઝનમાં ‘RRR’એ ચાર દિવસની અંદર 91.50 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 25 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. aa ફિલ્મે પ્રથમ દિવસે 19 કરોડ, બીજા દિવસે 24 કરોડ, ત્રીજા દિવસે 31.50 કરોડ તથા ચોથા દિવસે 17 કરોડની કમાણી કરી હતી. એટલે કુલ ચાર દિવસની આ ફિલ્મની કમાણી 91.50 કરોડ સુધી પહોંચી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!