35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : ભિલોડા-વિજયનગર ધોરીમાર્ગ પર ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું ઘટનસ્થળે મોત


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુંકા ગામ પાસે પેટ્રોલ પંપ સામે અજાણ્યા ઈકો કાર ચાલકે બાઈક ચાલકને ધડાકભેર ટક્કર મારતા પરવઠ ગામના બાઈક ચાલકનું ધટના સ્થળ પર કરૂણ મોત નિપજ્યું હતું.પરિવારજનો સહિત સગાં – સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા. ભિલોડા-વિજયનગર ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો.બાઈકના કુરચે કુરચા ઉડી ગયા હતા.ધટના સ્થળ પર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો.લોકોના ટોંળે ટોંળા એકત્રિત થઈ ગયા હતા.

Advertisement

અજાણ્યા ઈકો કાર ચાલકે પુરપાટ ઝડપે તેના કબજાની કાર હંકારતા વિજયનગર તાલુકાના પરવઠ ગામના બાઈક સવાર સિધ્ધરાજ બચુભાઈ ડામોર, (ઉં.વ.24) ને ટક્કર મારતા તેઓના શરીર પર વત્તા-ઓછા પ્રમાણમાં ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકનું અકસ્માત દરમિયાન ધટના સ્થળે મોત નિપજ્યું હતું. વિજયનગર તાલુકાના પરવઠ ગામના મુકેશભાઈ બચુભાઈ ડામોરએ અજાણ્યા ઈકો કાર ચાલક વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!