39 C
Ahmedabad
Friday, May 3, 2024

છેલ્લા 24 કલાકમાં અફઘાનિસ્તાન બીજીવાર ધણધણી ઊઠ્યું, મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 30 ના મોત


અફઘાનિસ્તાનમાં ફરી બોમ્બ બ્લાસ્ટ થતાં લોકો દહેશતમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં આ બીજો બોમ્બ બ્લાસ્ટ અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરની એક મસ્જિદમાં શુક્રવારે બપોરના અરસામાં બોમ્બ વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. કુન્દુઝની મૌલવી સિકંદર મસ્જિદમાં થયેલા આ બોમ્બ વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કાબુલમાં પણ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Advertisement

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતની મવલી સિકંદર મસ્જિદમાં શુક્રવાર બપોરે વિસ્ફોટ થયો છે. માહિતી આપતાં કુન્દુઝના ઈમામે જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 30થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Advertisement

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ દરરોજ બોમ્બ વિસ્ફોટના અહેવાલો મળી રહ્યા છે. દેશમાં અશાંતિનું વાતાવરણ છે. આ વિસ્ફોટો મોટાભાગે શિયા મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા મંગળવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શાળામાં ત્રણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. મંગળવારે, પશ્ચિમ કાબુલમાં એક હાઈસ્કૂલમાં શિયા હજારા સમુદાયના સભ્યોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!