28 C
Ahmedabad
Monday, May 6, 2024

કિચ્ચા સુદીપ પર ભડક્યો અજય દેવગણ, હિન્દી માતૃભાષા નથી તો સાઉથની ફિલ્મ ડબ કેમ કરો છો


કેટલાક સમયથી સાઉથ ફિલ્મના સારા પ્રદર્શન બાદ હિન્દી ફિલ્મ સાથે કોમ્પિટીશન ચાલી રહી છે. બોક્સ ઓફિસ પર હિન્દી કરતા સાઉથની ફિલ્મ ચાલી રહી છે. આ વચ્ચે કન્નડ સ્ટાર કિચ્ચા સુદીપે હિન્દી ભાષાને લઇને કોમેન્ટ કરી હતી. એક ઇવેન્ટમાં કિચ્ચાએ સાઉથ ફિલ્મોને મળી રહેલી સફળતાને લઇને કહી દીધુ હતુ કે હિન્દી હવે નેશનલ ભાષા નથી. હવે કિચ્ચાના આ સ્ટેટમેન્ટ પર અજય દેવગણનું રિએક્શન આવ્યુ છે. અજય દેવગણે કિચ્ચા પર કટાક્ષ કર્યો છે.

Advertisement

અજય દેવગણે ટ્વીટ કર્યુ, કિચ્ચા સુદીપ, મારા ભાઇ તમારા અનુસાર જો હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા નથી તો તમે પોતાની માતૃભાષાની ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રિલીઝ કેમ કરો છો? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા હતી, છે અને હંમેશા રહેશે…જન ગણ મન.

Advertisement

કિચ્ચા સુદીપે શું કહ્યુ હતુ
કિચ્ચા સુદીપે આર ધ ડેડલિએસ્ટ ગેન્ગસ્ટર એવરની ઇવેન્ટ દરમિયાન કેજીએફ ચેપ્ટર 2ની સક્સેસ વિશે વાત કરતા કહ્યુ હતુ, હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી રહી. બોલિવૂડ આજે પણ પેન ઇન્ડિયા ફિલ્મ બનાવી રહ્યુ છે. તે લોકો તમિલ અને તેલુગુમાં ફિલ્મ ડબ કરીને સક્સેસ માટે સ્ટ્રગલ કરી રહ્યા છે, છતા પણ તે સફળ થઇ શકતા નથી. આજે અમે લોકો એવી ફિલ્મ બનાવી રહ્યા છીએ જે દરેક જગ્યાએ જોવામાં આવે છે અને પ્રશંસા થાય છે.

Advertisement

કિચ્ચાની હિન્દી ફિલ્મ
હવે જોઇએ કે અજય દેવગણના આ સ્ટેટમેન્ટ પર કિચ્ચા શું જવાબ આપે છે. મહત્વપૂર્ણ છે કે કિચ્ચા ખુદ કેટલીક હિન્દી ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. તે ફૂંક, રન, ફૂંક 2, રક્ત ચરિત્ર અને દબંગ 3માં કામ કરી ચુક્યો છે. દબંગ 3 તો વર્ષ 2019માં રિલીઝ થઇ હતી જેમાં સલમાન ખાન લીડ રોલમાં હતા અને કિચ્ચા વિલનના રૂપમાં જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!