32 C
Ahmedabad
Saturday, May 25, 2024

હાઈ સ્પીડ બાઈકે વધુ એકનો ભોગ લીધો :શામળાજીના ભવાનપુર પાસે પલ્સર બાઈક સ્લીપ થતા યુવકનું મોત,બાઈક ચાલક યુવક ઈજાગ્રસ્ત


શામળાજી-મોડાસા હાઇવે પર ભવાનપુર ગામ નજીક વળાંકમાં પલ્સર બાઈક સ્લીપ થઇ જતા બાઈક પાછળ બેઠેલા શામળાજીના યુવકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક ચાલક યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો શામળાજીના યુવકનું અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

શામળાજી પોલીસ સ્ટેશન પાછળ આવેલા કટારા ફળિયામાં રહેતા વનરાજ ગોવિંદભાઇ લટા તેમના પિતરાઈ ભાઈ વિશાલ વિનોદભાઈ લટા સાથે પલ્સર બાઈક લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા મોડાસા તરફથી પરત ફરતા સમયે ભવાનપુર ગામ નજીક આવેલી દેવ હોટલ સામે વળાંકમાં બાઈક ચાલક વનરાજ ભાઈએ અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પટકાતા બાઈક પાછળ બેઠેલા વિશાલભાઈ લટા નામના યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બાઈક ચાલક વનરાજને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અક્સ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો અકસ્માતની ઘટનાની જાણ શામળાજી પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

શામળાજીના કટારા ફળિયામાં રહેતા વિશાલ લટાનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી શામળાજીના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નિપજતા શામળાજીમાં ભારે શોકની લાગણી છવાઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!