37 C
Ahmedabad
Thursday, May 2, 2024

અરવલ્લી : જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મોડાસામાં ચાલો ફરીથી બાળપણને માણીએ કાર્યક્રમ યોજાયો


શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ સહકારી શરાફી મંડળી લિ. અને શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તથા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા ચાલો ફરીથી બાળપણને માણીએ કાર્યક્રમ યોજાયો.

Advertisement

આ કાર્યક્રમમાં સાર્વજનિક હોસ્પિટલ ના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ શાહ મંત્રીશ્રી પિયુષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એસોસિએશનના સભ્યો અને મંડળી દ્વારા રૂપિયા 125000 નો ચેક સાર્વજનિક હોસ્પિટલને દાન પેટે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં મંડળીના સીઇબી ઈસ્માઈલભાઈ દાદુ ચેરમેનશ્રી પંકજભાઈ બુટાલા વાઇસચેરમેનશ્રી નવીનભાઈ શાહ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમણભાઈ પ્રજાપતિ એસોસિએશનના પ્રમુખ શ્રી કિરીટભાઈ શાહ ઉપપ્રમુખશ્રી નરેન્દ્ર ભાઈ શાહ ખજાનચીશ્રી જયેશભાઈ ગાંધી તેમજ સલાહકાર બોર્ડના વડીલો અને કારોબારી સભ્યશ્રીઓ અને મંડળીના ડિરેક્ટરીઓ અને ભૂતપૂર્વ ડિરેક્ટરશ્રીઓ કપલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર માંથી આવેલ ચંદનબેન પટેલે સૌ સભ્યોને વિવિધ રમત રમાડી બાળપણની યાદ અપાવી દીધી હતી. તેમણે વિસરાઇ ગયેલી રમતો પણ યાદ કરાવી દીધી હતી.

Advertisement

શ્રી મયુરભાઈ બુટાલાએ બાળપણની યાદ તાજી કરતું કાવ્ય સભા સમક્ષ રજુ કર્યું હતું જેને સૌએ વખાણ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી મુકુન્દ શાહે કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમ માટે નું આયોજન મંડળીના મેનેજર શ્રી નરેશભાઇ શાહ અને સ્ટાફ મિત્રોએ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!