33 C
Ahmedabad
Saturday, May 18, 2024

કચ્છના વિરાન રણમાં વહેતો વીર વછરા દાદાનો મીઠા પાણીનો ધોધ, વૈજ્ઞાનિકો માટે પણ એક મોટી પહેલી


આ જગ્યા એ લાખો ભાવિકો પોતાની આસ્થા અને મનોકામના પૂર્ણ કરવા આવે છે. એ જગ્યામાં 6500 જેટલી ગાયો છે. જેમાં 1800 ધણ ખૂટ છે આ અને આ ઉપરાંત એક ઘોડી, 300 જેટલા શ્વાન પણ છે એ બધા જ જ્યારે સાંજના સમયે આરતી થાય છે ત્યારે વીર વછરાજ દાદાના નિજ મંદિર પાસે આવી હાજરી પુરાવવા નો નિત્ય ક્રમ રાખે છે. આ વીર વછરાજ દાદાના અનેક સ્તરે પારખાં થઈ ચૂક્યા છે. આ પાણીની બાબતમાં વિજ્ઞાન પણ પાછું પડ્યું છે કે જ્યાં ફક્ત ખારાશ છે રણની વચ્ચે ત્યા આવો મીઠા પાણીનો અવિરત ધોધએ એક વિજ્ઞાન માટે પહેલી બની ચૂક્યું છે અને આજદિન સુધી હજુ કોઈ તેનો તાગ મેળવી શક્યું નથી

Advertisement

આજે જે જગ્યાએ વછરાજ સોલંકીએ આહુતિ આપી હતી ત્યાં તેઓની ખાંભી છે અને અખંડ દીવો પણ પ્રગટે છે આ સિવાય કળિયુગમાં આવી શક્તિને કોણ માનસે તેવો પ્રશ્ન થતા આવડા મોટા વિરાન રણ વચ્ચે એક આ વછરાજ દાદાની જગ્યાએ જ પીવાનું મીઠું પાણી જમીનમાંથી આવે છે જે વીર વછરાજ દાદાની શક્તિની પ્રતીતિ કરાવે છે અને આજદિન સુધી શિયાળો ઉનાળો કે ચોમાસુ પીવાના પાણીની તકલીફ પડી નથી. કચ્છ ના નાના રણમાં અનેક માન્યતાઓ સમાયેલી છે જેમાં કચ્છના રણ માં વચ્ચે વાછરાદાદાનું મોટું ધામ આવેલું છે. જેમાં આ વાછરા દાદાનું સત સાવ જુદું છે અહીંયા લાખો ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દૂર દૂરથી રણની વચ્ચે આવે છે. ભક્તો ની માન્યતાઓ પ્રમાણે આ વાછરા દાદા એ વરઘોડા પરથી આવી ગાયોની રક્ષા કરી હતી. એ બાદ અહીંયા તેઓનું ધડ લડતું રહ્યું હતું. જેમાં હાલ આ ધામમાં કચ્છના રણ વચ્ચે હોવા છતાં 6500 જેટલી ગાય અને આખલાઓ છે અને તેઓ માટે પીવાના પાણીની સુવિધા માટે ખાસ બોર બનાવવામાં આવેલ છે. જેમાં રણ વચ્ચે જ્યાં પીવાના પાણીની અછત છે ત્યાં એક દમ મીઠું પાણી કોઈ જ મોટરથી ખેંચ્યા વિના બારેમાસ ચાલુ રહે છે એટલું જ નહીં આ જ વાછરા દાદાનો ચમત્કાર પણ માનવામાં આવે છે ચોમાસામાં અહીંયા લોકો તો ઠીક કોઈ પ્રાણીઓ પણ આવતા નથી એ રણ એક દરિયામાં ફેરવાઈ જાય છે ત્યારે પણ વાછરા દાદાની કૃપાથી તમામ ગાયો માટેની સુવિધાઓ યેન ક્યેન પ્રકારે આવી પહોંચે છે. હાલ 6500 જેટલી ગાયો માટે રોજનો પાંચ લાખનો ખર્ચ છે ત્યારે આ વાછરા દાદાએ અનેક સમાજના લોકો માથું ટેકવવા અને માનતા પુરી કરવા દૂર દૂર થી આવે છે. આ સિવાય આ વાછરદાદા જો કોઈ વ્યક્તિ રણમા રસ્તો ભૂલી જાય તો કોઈ પણ રૂપમાં આવી રસ્તો બતાવી જતા હોવાની માન્યતાઓ છે ત્યારે લોકો દૂર દૂરથી પોતાના આસ્થાનું પ્રતીક સમાન કચ્છના રણમાં વચ્ચે બેઠેલા વાછરા દાદાના મંદિર પર આવી માનતાઓ પૂર્ણ કરી ભાવભેર દર્શન કરે છે. વાછરાદાદાની જગ્યા કચ્છના નાના રણની વચ્ચે જ આવે છે જ્યાંથી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, પાલનપુર, અમદાવાદ, મહેસાણા સહિતના દસથી વધુ જિલ્લાઓમાં જઈ શકાય છે. મોરબી કચ્છના નાના રણમાં આવેલા આ અનોખા તીર્થ ધામની લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા વછરાજ સોલંકી નામના રાજકુમાર તેમના ગામની એક વેગડ નામની ગાયને લઈને આ રણમાં આવી ગયા હતા અને આ સમયે વછરાજ સોલંકી ફેરા ફરી રહ્યા હતા પરંતુ ફેરા ફરે એ પહેલા જ ગામના ચારણ આઈએ વછરાજને તેની વેગડ નામની ગાય ખાટકીઓ લઈ ગયાની જાણ કરતા તેઓ ચાલુ લગ્ન મંડપમાંથી આ વેગડ ગાયની વ્હારે આવ્યા હતા. અને આ કચ્છના રણમાં આવી ગયા હતા જ્યાં વછરાજનું મોત થયુ હતું અને એટલું જ નહીં સતત અઢાર દિવસ સુધી આ જગ્યા એ તેઓનું ધડ ગાયને બચાવવા માટે લડી રહ્યું હતું. ત્યારે તેમના ગામની ચારણ આઈ ત્યાં આવી અને તેઓને સજીવન કર્યાં હતાં અને ફેરા પૂર્ણ કરાવ્યા હતા પરંતુ વછરાજ સોલંકીએ ત્યાંજ તેઓની સફર પુરી થતી હોવાનું જણાવ્યું હતું. આજે જે જગ્યાએ વછરાજ સોલંકીએ આહુતિ આપી હતી ત્યાં તેઓની ખાંભી છે અને અખંડ દીવો પણ પ્રગટે છે આ સિવાય કળિયુગમાં આવી શક્તિને કોણ માનસે તેવો પ્રશ્ન થતા આવડા મોટા વિરાન રણ વચ્ચે એક આ વછરાજ દાદાની જગ્યાએ જ પીવાનું મીઠું પાણી જમીનમાંથી આવે છે જે વીર વછરાજ દાદાની શક્તિની પ્રતીતિ કરાવે છે અને આજદિન સુધી શિયાળો ઉનાળો કે ચોમાસુ પીવાના પાણીની તકલીફ પડી નથી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!