36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

Big Breaking : સાબરકાંઠાના પોશીના પોલિસ કર્મી પર ફાયરિંગ, હથિયારની બાતમી પર દરોડા પાડતા ફાયરિંગ


સાબરકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થાનિ સ્થિતિ કથળી હોય તેવુ લાગી રહ્યું છે. હાલમાં જ રામનવમીના દિવસે બે જૂથ વચ્ચે બનેલી ઘટનાના પડઘમ શાંત થયા નથી ને ત્યાં તો પોલિસ પર હુમલાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં પોલિસ કર્મી પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોશીનાના ગૌરી ગામે રેડ કરવા માટે ગયેલા પોલિસ કર્મીઓ પર ફાયરિંગ થયું છે, જેમાં એક પોલિસ કર્મચારીને પગના ભાગે દેશી બંદૂકના છરા વાગતા ઇજાઓ પહોંચી છે જ્યારે અન્ય બે પોલિસ કર્મચારીઓને પથ્થર વાગ્યા છે.ઈજાગ્રસ્ત થયેલા પોલિસ કર્મચારીઓને સારવાર અર્થે ખેડબ્રહ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

મેરા ગુજરાત સાથે સાબરકાંઠા જિલ્લા SP વિશાલ વાઘેલાની ખાસ વાતચીત

Advertisement

મેરા ગુજરાત સાથેની વાતચીતમાં સાબરકાંઠા જિલ્લા પોલિસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું કે, હથિયારની બાતમી હોવાથી બાતમી હોવાથી પોલિસ દરોડા પાડવા માટે ગઇ હતી જ્યાં કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશી બંદૂકથી ફાયરિંગ કરતા એક પોલિસ કર્મચારીને પગના ભાગે ઇજાઓ પહોંચી છે ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કરતા અન્ય બે પોલિસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!