35 C
Ahmedabad
Thursday, May 2, 2024

હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ‘સોજીના લાડુ’, આ રીતથી બનાવો ઘરે


સોજીના લાડુ તમે ક્યારે પણ ખાધા છે? સોજીના લાડુ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. સોજીના લાડુ તમે આ માપથી બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. જો તમે ક્યારે પણ સોજીના લાડુ ઘરે બનાવ્યા નથી તો આ રીત તમારા માટે બેસ્ટ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સોજીના લાડુ…

Advertisement

સામગ્રી
4 કપ સોજી
3 કપ ખાંડ
2 કપ દૂધ
3 કપ માવો
1 કપ ઘી
ઇલાયચી
કાજુ
બદામ
નારિયેળ

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • સોજીના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઇ લો અને એમાં સોજી એડ કરો.
  • હવે આ સોજીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી ધીમા ગેસે શેકો.
  • પછી આ કઢાઇમાં ઘી નાંખો અને ગરમ કરો.
  • ઘી ગરમ થઇ જાય એટલે માવા નાંખો અને આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો.
  • માવો થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને માવાને ઠંડો થવા દો.
  • ત્યારપછી કઢાઇમાં માવો, દૂધ, શેકેલી સોજી, કાજુ, બદામ અને ઇલાયચી નાંખો અને મિશ્રણને 20 મિનિટ સુધી થવા દો.
  • હવે આ મિશ્રણ ઠંડુ થાય એટલે એના ગોળ-ગોળ ગોળા વાળો અને લાડુ તૈયાર કરી લો.
  • પછી એક પ્લેટમાં કોપરાનું છીણ લો.
  • હવે આ લાડુને કોપરાની છીણમાં બોળી દો.
  • તો તૈયાર છે સ્વાદિષ્ટ સોજીના લાડુ.
  • આ સોજીના લાડુ તમે એકલા ખાઓ છો તો પણ ખાવાની બહુ જ મજા આવે છે.
  • આ સોજીના લાડુ તમે બાળકોને પણ ખવડાવો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદો પહોંચાડે છે. આ સોજીના લાડુ દરેક લોકોએ દિવસમાં એક ખાવો જોઇએ.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!