42 C
Ahmedabad
Friday, May 17, 2024

શામળાજી : પાણીના પોકાર વચ્ચે સરકીલીમડી અને કાગડામહુડા ગામમાં 15 હેંડપંપ બંધ હાલતમાં,પાણી માટે દર દર ભટકતા લોકો


ભિલોડા તાલુકામાં હેડપંપ રિપેરિંગ ફક્ત કાગળ પર જ દર્શાવી નેં ગ્રાન્ટ ચાંઉ કરી જવામાં આવતી હોવાની બૂમો ઉઠી રહી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હેંડપંપની રીપેરીંગની કામગીરી ખાનાપૂર્તિ કરવામાં આવતી હોય તેમ અનેક હેંડપંપ બંધ હાલતમાં છે.

Advertisement

કપરા ઉનાળામાં આ વિસ્તાર ની જનતા પાણી નાં પોકારો પાડી રહી છે ભિલોડા તાલુકો આદિવાસી વિસ્તારમાં છુટોછવાયો વિસ્તાર આવેલો છે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જુદીજુદી યોજના દ્વારા લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે પરંતું આ યોજના લાભાર્થીઓ ઘર સુધી પહોચતીજ નથી શામળાજી પંથકમાં આવેલ સરકીલીમડી કાગડામોહડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનાં પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ બંને ગામોમાં સરકાર દ્વારા હેનડપંપ બનાવેલ છે આ બંને ગામોમાં પંદર ઉપરાંત હેનડપંપ બંધ હાલતમાં છે દર વર્ષે સરકારી ચોપડે આટલાં હેનડપંપ રીપેરીંગ કરેલ છે બીલો બનાવી દેવામાં આવે છે પરંતું ગામડામાં આજની તારીખમાં હેનડપપો બંધ હાલતમાં છે નવા હેડ પંપો બનાવવામાં આવે છે તે પણ પુરતી ઉંડાણ માં બનાવામાં આવતાં નથી અધિકારીઓ તથા કોન્ટ્રાકટર ભેગા મળીને હલ્કી ગુણવત્તા વાડી પાઈપો ઉતારવામાં આવે છે જો વિજીલનસ દ્વારા તપાસ કરવામાં આવે છે મોટું કોભાંડ બહાર આવી શકે તેમ છે

Advertisement

શું કહે છે કાગડામહુડા ગામના સરપંચ વાંચો
કાગડામહુડા ગામનાં સરપંચ કુનદનબેન વનરાજ ભાઈ ડામોરે જણાવેલ કે અમારા બંને ગામોમાં પાંચ હજાર ઉપરાંત ની વસ્તી વાળા ગામનાં લોકોને પાણીની મુશ્કેલી પડે છે ગામમાં વાસ્મો દ્વારા પાણી ની ટાંકી બનાવી છે તે પણ શોભાના ગાંઠીયા સમાન છે આ ટાંકી માં આજદીન સુધી પાણી ની ટીપું યે પડેલ નથી ગામમાં પંદર ઉપરાંત હેનડપંપ બંધ હાલતમાં છે રીપેરીંગ માટે રજુઆત કરી નેં થાકી ગયા છીએ અમો આ વિસ્તાર નાં ડેલીકેટ વનરાજ ડામોરે તથા બન્ને ગામનાં સરપંચ તથા આગેવાનો સાથે અરવલ્લી જિલ્લાના કલેક્ટર સાહેબ નેં રજુઆત કરવા માટે જવાનાં છીએ જો અમારા‌ વિસ્તારમાં પાણી ની સમસ્યા હલ નહીં થાય તો અમો ઝલદ કાયૅકમો કરીશું ગામમાં વાસ્મો દ્વારા પાણી ની ટાંકી બનાવી છે પરંતુ પાણી નું કનેક્શન આજદીન સુધી આપેલ નથી

Advertisement

કપરા ઉનાળામાં આ વિસ્તાર માં પાણી ની ગંભીર સમસ્યાનો આ વિસ્તાર ની જનતા પાણી નાં પોકારો પાડી રહી છે જો ટુંક સમયમાં આ પાણી ની સમસ્યા હલ નહીં થાય તો આના પરિણામ ચુંટણી માં પણ પડી શકે તેમ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!