33 C
Ahmedabad
Wednesday, May 22, 2024

રક્ષા શક્તિમાં વડાપ્રધાનના હસ્તે 1090 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત


દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ તેમજ યુનિવર્સિટીના નવા સંકુલનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Advertisement

આ કાર્યક્રમમાં 1090 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલથી એનાયત કરવામાં આવ્યા તો 14 ને ડોકટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી.

Advertisement

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે દેશના લોકલાડિલા અને વૈશ્વીક લીડર તરીકે જાણીતા આપણા પ્રઘાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતની પાવન ભૂમી પર વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવ્યા છે જેમાં આજે તેમનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.

Advertisement

રક્ષા શક્તિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ સાહેબ, રાજયના મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સહિતના પ્રદેશના હોદેદારશ્રીઓ તેમજ યુનીવર્સિટીના વાઈસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પદવીદાન પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું ચિલોડા ખાતે ગુજરાતની જનતાએ દેશના પનોતા પુત્રને હ્રદયપુર્વક ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો ત્યાર બાદ દહેગામથી રક્ષા શક્તિ યુનિવર્સિટી સુધી રોડ-શો મારફતે દેશના યશસ્વી વડાપ્રધાન ન.રેન્દ્રભાઇ મોદી ને લાખોની જનમેદનીને હાથ ઉંચા કરી સૌનું અભિવાદન ઝીલ્યુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!