38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રની રક્ષા માટે અહીંથી ટ્રેનિંગ આપવામાં આવશે : PM...

રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં રાષ્ટ્રની રક્ષા માટે અહીંથી ટ્રેનિંગ આપવામાં આવશે : PM મોદી

0
321

દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ તેમજ યુનિવર્સિટીના નવા સંકુલનું વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે,

રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તેનો વિશેષ આંનદ છે. રક્ષાનું ક્ષેત્ર માત્ર યુનિફોર્મ અને દંડો નથી આ ક્ષેત્ર ખૂબ વિશાળ છે તેમાં વેલ ટ્રેન્ડ મેન પાવર સમયની માંગ છે. રક્ષાના ક્ષેત્રમાં 21મી સદીના જે પડકારો છે તેને અનુકુળ તેવી વ્યવસ્થાઓ વિકસીત થાય અને તે વ્યવસ્થાને સંભાળનાર વ્યકિતનો પણ વિકાસ યોગ્ય દિશામાં થાય તે વિઝન લઇ આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નિર્માણ થયું છે.

પહેલા ગુજરાતમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી પછી ભારત સરકારે સમગ્ર દેશ માટે મહત્વની યુનિવર્સિટીના રૂપમાં માન્યતા આપી. આજે આ યુનિવર્સિટી દેશનું એક ઘરેણું છે જે રાષ્ટ્રની રક્ષા માટે ટ્રેનીંગ આપશે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થીઓએ અભ્યાસ પુરો કરી ડિગ્રી મેળવી છે તે તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને શુભકામના પાઠવી.

વૈશ્વિક સ્તરની ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાય પણ નથી જે માત્ર ભારત અને તેમાં પણ ગાંઘીનગર માજ આ યુનિવર્સિટી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!