39 C
Ahmedabad
Saturday, May 18, 2024

મોડાસાની શ્રી.એન.એસ.પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ લોક અદાલતની કામગીરી અંગે જાણકારી મેળવી


મોડાસા, અરવલ્લી

Advertisement

મોડાસાની શ્રી. એન. એસ. પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ લોક અદાલતની કામગીરીનું નિરીક્ષણ કર્યું. 12 માર્ચના રોજ અરવલ્લી જિલ્લાની વિવિધ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કામગીરીથી વાકેફ થવા માટે ભાવ વકીલ વિદ્યાર્થી મિત્રો મોડાસાની કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં લોક અદાલતમાં કેવી પ્રકારની કામગીરી કરવામાં આવે છે, જે અંગે માહિતી મેળવી હતી.

Advertisement

Advertisement

શ્રી એન.એસ.પટેલ લો કોલેજના આચાર્ય, ડો. રાજેશ વ્યાસ, ડો. પ્રો. અશોક શ્રોફ, ડો. સોનિયા જોષી તેમજ પ્રો. ડો. અલ્પા ભટ્ટીના માર્ગદર્શન હેઠળે કોલેજના 7 જેટલા વિદ્યાર્થીઓએ મોડાસા કોર્ટની મુલાકાત કરી હતી. મુલાકાત  દરમિયાન કોર્ટમાં ચાલી રહેલી લોક અદાલતની કામગીરીથી વાકેફ થયા હતા અને ત્યારબાદ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સાથે મુલાકાત કરીને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Advertisement

Advertisement

લોક અદાલતનું મહત્વ શું હોય છે ?.
સામાન્ય રીતે ન્યાય થાય તો એક ઘરે દીવો થાય છે જ્યારે સમાધાનમાં બંન્ને ઘરકે દીવા થાય છે. લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણો સુવર્ણ માર્ગ છે એટલું જ નહીં પરંતુ અરજદાર અને ન્યાય વચ્ચેનો સલામત સેતુ છે.

Advertisement

લોક અદાલતના આયોજનથી થતાં લાભો
લોક અદાલત તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે જેમાં કોસનો ત્વરીત, અસરકાર, સંતોષકારક અને સરળ ન્યાય લોકોને મળે છે.

Advertisement

Advertisement

લોક અદાલતમાં પક્ષકારોનો ખર્ચ થાય છે કે કેમ ?
લોક અદાલતમાં કેસ મુકવા માટ પક્ષકારોએ કોઇપણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી તેના બદલે તેની સમક્ષ મુકવામાં આવેલા કેસનું સમાધાન અગર પતાવટથી નિકાલ કરે ત્યારે તેવા કેસમાં ભરેલ કોર્ટ ફી પણ પરત કરવામા આવે છે.

Advertisement

ટીમ મેરા ગુજરાત

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!