સાબરકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ
Advertisementહિંમતનગર શહેરમાં સૌથી વધુ 300 ક્યુસેસ વરસાદ નોંધાયો
Advertisement
હવામાન વિભાગની આગાહી હેઠળ ગત રાત્રીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિતના ગાંભોઈ કરણપુર ખેડા ધનપુરા સહીતના ગામડાઓમાં વિજગાથ સાથે ભારે વરસાદ. ભારે વરસાદને લઈને હિંમતનગર શહેરને અડીને આવેલ ભોલેશ્વર વિસ્તારમાં આવેલા હાથમતી નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદીમાં પાણી આવતા વહેલી સવારથી આસપાસના ગામના લોકો નદીનું પાણી જોવા ઉમટી પડ્યા હતા. રાત્રી દરમિયાન વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
હિંમતનગર શહેર સહિતના ગામડાઓમાં થયેલ વરસાદને કારણે વાવેતર ને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગત રાત્રે વરસેલ વરસાદને કારણે શહેરના ડેમ મા પાણીની આવક નોંધાઈ હતી.