43 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો, મોડાસા પંથકમાં 11 હજાર સામે 11 લાખ ગુમાવ્યા


અરવલ્લી માં સાઇબર ક્રાઇમ ની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે તેમાં એ વળી ઓન લાઇન લૉન એપ્લીકેશન દ્રારા કરવામાં આવતા ફ્રોડ ના કિસ્સાઓ સામે આવતા લોકોએ હવે સાવચેત થવાનો સમય આવી ગયો છે. જિલ્લાના કેટલાય યુવાનો આ ઓન લાઇન ફોર્ડ ના ખપ્પર ફસાયા છે જેમાં ટીંટોઇ ના એક યુવાન નો ઉમેરો થયો છે. આ યુવાના 11 હજાર ની લોન બદલે 11 લાખ ચુકવવા પડ્યા છે ત્યારે સૌ કોઇ માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મળતી માહિતી મુજબ બનાવ ની વિગત એવી છે કે ઇઝી લોન આપતી એપ્લીકેશન કોઇન સર્કલ નો મેસેજ ટીંટોઇ ના બાંડી મોહંમદ ફૈઝાન સિકંદરભાઇ ને આવ્યો હતો. તેણે જરૂરત ન હોવા છતાં આસાની થી લોન મળતી હોવાને લઇ ને મેસેજ પર ક્લીક કર્યો ત્યારે સામે થી મેસેજ આવ્યો કે તમારૂ પાન કાર્ડ અને આધાર કાર્ડ મોકલી આપો તો તરત જ તમારા ખાતા રૂ.111000 જમા થઇ જશે . મોહંમદ ફૈઝાન એ પોતાના ડોક્યુમેંટ મોકલી આપ્યા અને તરત લોન ની રકમ તેમના ખાતા આવી પણ ગઇ પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન તેમના ફોન તમામ કોંટેક્ટસ સાઇબર ગઠીયા પાસે જતા રહ્યા અને હવે ખેલ શરૂ થયો ઉઘરાણી નો ઉઘરાણી માટે સાઇબર ગઠીયા ના રોજ કોલ આવવા લાગ્યા અને પૈસા ન આપે તો ઘમકીઓ મળવા લાગી કે તમારા ફોટા મોર્ફ કરી તેમા નગ્ન ફોટા ચોટાડી દઇ તમારા તમામ કોંટેક્ટસ ને મોકલી દઇશું . આ સાંભળી યુવક ઘભરાયો અને જે માંગી તે રકમ ઓન લાઇન ટ્રાન્સફર કરી આપી . પછી તો રોજ ફોન આવવા લાગ્યા અને અધધધ રૂ.11 લાખ 82,000 ખંખેરી લીધા. યુવાન રૂપિયા આપી થાકી ગયો અને છેવટે અરવલ્લી એસ.ઓ.જી માં ફરીયાદ નોંધવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!