37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને ICU ઓન વ્હીલની ભેટ, દર્દીઓ માટે બનશે સંકટ મોચન, કલેક્ટરના હસ્તે લોકાર્પણ


કેન્દ્ર સરકારના સહયોગથી અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલને આઈસીયુ ઓન વ્હીલ ફાળવી છે… અંદાજે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે મોડાસાની સાર્વજિક હોસ્પિટલને એમ્બ્યુલન્સ ઓન વ્હીલ ની ફાળવણી કરતા, જિલ્લાના દર્દીઓને લાભ મળી રહેશે. મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ છેલ્લા એંસી વર્ષથી લોકોની સેવા માટે ખૂબ જ ઓછા દરે આરોગ્ય લક્ષી સેવાઓ આપે છે ત્યારે સરકાર દ્વારા જિલ્લા સાસંદની ગ્રાન્ટમાંથી આઈસીયુઓન વ્હીલની ફાળવણી કરતા, જિલ્લા કલેક્ટર સહિત સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા એમ્બ્યુલન્સને ખુલ્લી મુકવામાં આવી હતી.

Advertisement

જિલ્લા ભાજપ પ્રમુખે માન્ય આભાર

Advertisement

અરલ્લી જિલ્લામાં આરોગ્ય લક્ષી સેવા આપતી આઇ.સી.યુ. ઓન વ્હીલની કોરોના કાળ સમયથી માંગ હતી, તે સમયે દર્દીને ઇમરજન્સી સેવા માટે આવી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત હતી, જોકે જિલ્લામાં આઈ.સી.યુ. ઓન વ્હીલની સુવિધા ન હોવાથી દર્દીઓએ હજારો રૂપિયા ખર્ચીને ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવા પડતો હતો. જોકે હવે જિલ્લા વહીવટી તંત્રના સહયોગ અને સરકારની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધાઓ હોય છે.

Advertisement

Advertisement

ICU ઓન વ્હીલમાં દર્દી માટે સંકટ મોચન સુવિધા

Advertisement
  1. ઈમર્જન્સીમાં દર્દીઓન બીજી જગ્યાએ રીફર કરવા માટે અત્યાધુનિક સગવડ
  2. વેન્ટિલેટર,
  3. મોનિટર,
  4. એ.સી.,
  5. ઇન્ફ્યુઝન પંપ,
  6. ઓક્સિઝન,
  7. ઇમર્જન્સી દવાની કીટ,
  8. ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ

આઈ.સી.યુ. ઓન વ્હીલના લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીના, આરોગ્ય વિભાગના અધિકારી, મોડાસા સાર્વજનિક હોસ્પિટલના પ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, તેમજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!