અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી જિલ્લાનો વિકાસ નહિવત અને અધિકારીઓ,કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા નો વિકાસ વિપુલ પ્રમાણ માં થઈ રહ્યો છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગતા જિલ્લાનો વિકાસ રૂંધાઈ ગયો છે મેઘરજ પંથકમાં સામાન્ય વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ વિકાસના કામો થયેલા ભ્રષ્ટાચારને નોધારો કરી દેતા પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે મેઘરજ તાલુકામાં બનેલ રોડ, આરસીસી રોડ, ચેક ડેમ તેમ ગરનાળાઓ ની તપાસ વિજિલન્સ મારફતે કરવામાં આવે તો અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોના પગ તળે રેલો આવી શકે છે
પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજ તાલુકાના ગેડ ગામમાં 4 મહિના અગાઉ બનાવવામાં આવેલ આરસીસી રોડના નિર્માણમાં લોટ,લાકડું અને પાણીનો ઉપયોગ કર્યો હોય તેમ પ્રથમ વરસાદમાં જ આરસીસી રોડ બેસી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે આરસીસી રોડ પરથી પસાર થતું પાણીનું ટેન્કર રોડ પર ઉતરી ગયું હતું નવા નક્કર રોડની અવદશા જોઈ ગામ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને રોડ બનાવનાર કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવેની માંગ કરી હતી
મેઘરજ તંત્રના અધિકારીઓ ના આશીર્વાદથી ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો હોવાનો આક્ષેપ કરતા ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં ઉકરડી ગામેં રોડ ના કામ માં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો ગામમાં રોડ બનાયે 7 દિવસ અને ગરનાળું બાનાયે 7 દિવસ ના સમયમાં તૂટતા રોષ છવાયો છે ગામના જાગૃત નાગરિકોએ ન્યાય ની માંગ સાથે વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ભ્રષ્ટાચાર આચરી લોકોને બેવકૂફ બનાવતા કોન્ટ્રાક્ટ્રસ અને મેઘરજ તાલુકા વહીવટી તંત્ર અને મેઘરત તાલુકા પંચાયતની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.