33 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : શામળાજી નજીક વેણપુર નવાગામે તસ્કર ગેંગ સક્રિય, 4 મકાનને નિશાન બનાવ્યા, લાખો રૂપિયાની ધીંગી ખેપ


વેણપૂર (નવા ગામ) માં તસ્કરો 4 મકાનને નિશાન બનાવ્યા,એક ઘરમાંથી લાખ્ખો રૂપિયાની ધીંગી ખેપ, 3માં નિષ્ફ્ળ

Advertisement

શામળાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી ગેંગ સક્રિય થતા લોકોમાં ફફડાટ

Advertisement

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કર ટોળકી અને ઘરફોડ ગેંગ સમયાંતરે ત્રાટકી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે તસ્કરોને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેખોફ બની ચોરી કરતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે લોકોમાં પોલીસતંત્રની કામગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો છે

Advertisement

Advertisement

શામળાજીના વેણપુર (નવાગામ)માં 4 મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં એક મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં સફળ રહ્યા હતા 3 મકાનમાં તસ્કરોનો ફેરો નિષ્ફ્ળ રહ્યો હતો પરોઢિયે પરિવારને જાણ થતા આભ તૂટી પડ્યું હતું ચોરીની ઘટનાના પગલે શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી શામળાજી પંથકમા પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

Advertisement

Advertisement

શામળાજી નજીક આવેલા વેણપૂર (નવા ગામ) માં રહેતા પૂનમચંદ થાવરચંદ પટેલ અને તેની આજુબાજુમાં રહેતા પરિવારો શનિવારે રાત્રે વાળું કરી મકાનમાં આગળના ભાગે ઉંઘી ગયા હતા મોડી રાત્રે તસ્કરો પાછળના દરવાજેથી અને બારીમાંથી તેમના ઘરમાં ત્રાટકી ઘરમાં તિજોરી અને કબાટમાં રાખેલા સોના-ચાંદીના 12 તોલાથી વધુના દાગીના અને 30 હજારથી વધુની રોકડ સહીત લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી નજીકમાં આવેલા અન્ય
3 મકાનોમાં ત્રાટકી ઘરમાં રહેલા માલસામાન, તિજોરીઓ અને કબાટ ફંફોસી નાખ્યા હતા સદનસીબે ત્રણે મકાનમાં તસ્કરોને કિંમતી ચીજવસ્તુ કે રોકડ રકમ હાથ ના લાગતા રફુચક્કર થઇ ગયા હતા વહેલી સવારે ઊંઘ ઉડતા અને ઘરમાં દ્રશ્ય જોતા જ ચોરી થયાની જાણ થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા ચોરીની ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઈ ગયા હતા ચોરીની ઘટનાને પગલે શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ચારે મકાનમાં પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!