30 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા એલસીબી ને મળી મોટી સફળતા,૨,૫૬,૬૯૦/ના મુદ્દા માલ સાથે 26 ગુનાઓના ભેદ ઉકેલ્યા


 

Advertisement

સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં તરખાટ મચાવી રહેલા બીજુંડા ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો,

Advertisement

સાબરકાંઠા સહિત અન્ય જીલ્લા ઓમાં લુંટ ચોરી ધાડ સહિતના ગુન્હાઓને અંજામ આપતી બિજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત કિશોર ઝડપી પાડી ૨૬ જેટલા ગુન્હાઓ ઉકેલ્યા.

Advertisement

આ પણ વાંચો – અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

Advertisement

સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ૨૬ ગુન્હાઓને અંજામ આપી લુંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના ચાંદીના દાગીના મોબાઈલ અને મોટર સાઈકલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાની સુચનાના આધારે એલ.સી.બી અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્રારા આરોપીઓ ઝડપવામાં સફળતા મળી છે. આ આરોપીઓ રાત્રીના સમયે ચોરી ની બાઈક સાથે નિકળી પડતા હતા અને એકલ દોકલ બાઈક ચાલક ને નિશાન બનાવીને લુંટ કરતા હતા રોકડ રકમ કે સોના ચાંદીના દાગીના ચોરતા હતા. આરોપી રામલાલ મણાત અસંખ્ય ચોરી તથા લુંટ મા ગુનેહાઓમાં એલસીબી ની ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ કરતા અન્ય પાંચ આરોપીઓના નામ ખુલ્યા છે જેમાં ભગવાન ડુહા, ગણેશ ડુહા, બંને રાજસ્થાનના બાવલવાડ પોલીસ સ્ટેશનમાં 60 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં ખેરવાડા ખાતે જેલમાં છે. જોકે મળતી માહિતી મુજબ આરોપીઓ ઝનુની અને રીઢા સ્વભાવના છે જેમને સાબરકાંઠા જીલ્લા માં ૯, મહેસાણા જીલ્લા ના ૧, ગાંધીનગર જિલ્લાના ૬ સહિત અન્ય ગણાબધા જિલ્લાના ગુન્હાઓ કબુલ કર્યા છે. હાલમા
ઝડપાયેલ આરોપીઓને જેલ હવાલે કર્યા છે .ત્યારે અન્ય આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો આ ઉપરાંત અન્ય ગુન્હાઓ પણ ઉકેલાય તેવી શક્યતાઓ છે.

Advertisement

પકડાયેલ મુદ્દામાલ: ત્રણ બાઈક, બે મોબાઈલ, સોનાની ૧ ચેન, ૨ વીંટી, ૧ ચુની, ચાંદીના ૧ છડાની જોડ, ડેલનુ લેપટોપ, સહિત
૨, ૫૬, ૬૯૦ નો મુદ્દા માલ જપ્ત કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!